ગુલામ નબી આઝાદે કહ્યુ, કલમ 370 પુનઃસ્થાપિત કરવા 300 સાસંદ જોઈએ, કોંગ્રેસ 300 સાંસદો જીતી શકે તેમ નથી

|

Dec 02, 2021 | 9:23 AM

ગુલામ નબી આઝાદે કહ્યુ, "મને નથી લાગતું કે અમે 2024માં 300 સીટો પર જઈશું. હું તમને કોઈ ખોટું વચન નહિ આપું. એટલા માટે હું કલમ 370 હટાવવાની વાત નહીં કરું."

ગુલામ નબી આઝાદે કહ્યુ, કલમ 370 પુનઃસ્થાપિત કરવા 300 સાસંદ જોઈએ, કોંગ્રેસ 300 સાંસદો જીતી શકે તેમ નથી
Ghulam Nabi Azad

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) કહ્યું છે કે “તેમને નથી લાગતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) પાર્ટીને 300 બેઠકો મળે”. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી હતી.

આર્ટિકલ 370 પર પોતાના મૌનને યોગ્ય ઠેરવતા આઝાદે કહ્યું હતું કે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર તેને પુનઃસ્થાપિત ( Restore Article 370 )કરી શકે છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી છે, તેથી તે તેને પુનઃસ્થાપિત કરાશે નહીં. જો હું તમને કહું કે હું તેને પાછો લાવીશ, તો તે ખોટું છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, ‘હું લોકોને ખુશ કરવા માટે જે આપણા હાથમાં નથી તેના પર વાત નહીં કરું. હું તમને કલમ 370 વિશે વાત કરું અને ખોટા વચનો આપું છું તો, તે યોગ્ય નથી, લોકસભામાં બહુમતી ધરાવતી સરકાર જ કલમ 370 હટાવી શકે છે. અને તેને પુનઃસ્થાપિત કરી શકે.  સરકાર બનાવવા માટે 300 સાંસદોની જરૂર છે. હું વચન આપી શકતો નથી કે 2024ની ચૂંટણી જીતીને અમારા 300 નેતાઓ સંસદમાં પહોંચશે. મને નથી લાગતું કે અમે 2024માં 300 સીટો પર જઈશું. હું તમને કોઈ ખોટું વચન નહિ આપું. એટલા માટે હું કલમ 370 હટાવવાની વાત નહીં કરું.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મારા ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
તેથી, હું કલમ 370 પુનઃસ્થાપિત કરવાનું વચન આપી શકતો નથી, કારણ કે આપણે 2024માં 300 સાંસદો મેળવવાના છે. ગમે તે થાય, ભગવાન આપણા 300 સાંસદો બનાવે, તો જ કંઈ પણ થઈ શકે છે. પણ અત્યારે મને દેખાતું નથી કે આવું થશે. તેથી હું કોઈ ખોટા વચનો નહીં આપુ અને કલમ 370 વિશે વાત કરવાથી બચીશ.

અગાઉ, જમ્મુ પ્રાંતના કિશ્તવાડ જિલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરતા, ઓમર અબ્દુલ્લાએ આઝાદની કથિત ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કલમ 370 વિશે બોલવું અર્થહીન છે. આ અંગે આઝાદે કહ્યું હતું કે, ‘મીડિયાના કેટલાક લોકોએ કાશ્મીરમાં મારા ભાષણને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું એ સ્પષ્ટ કરી દઉં કે 5 ઓગસ્ટના ચુકાદા પર અમારી પાસે એકજૂટ, એક સ્ટેન્ડ છે. આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના લોકોમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.

આ પણ વાંચોઃ

ENG vs AUS: રવિન્દ્ર જાડેજા પાસેથી મેળવી રહ્યો છે ઇંગ્લેન્ડનો આ ખેલાડી કોચિંગ, એશિઝ સિરીઝની તૈયારીઓ માટે આ રીતે લીધી મદદ!

 

Next Article