‘ગુલામ’ હવે કોંગ્રેસથી ‘આઝાદ’,ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

ગુલામ હવે કોંગ્રેસથી આઝાદ,ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
‘ગુલામ’ હવે કોંગ્રેસથી ‘આઝાદ’,ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
Image Credit source: Tv9 Graphics Team
| Updated on: Aug 26, 2022 | 1:05 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પાર્ટી છોડી દીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા (Congress leader ) લાંબા સમયથી તેમની જવાબદારીઓથી સંતુષ્ટ ન હતા. તેમણે પાર્ટીને ઘણી વખત ચેતવણી પણ આપી હતી કે તેમને જે જવાબદારીઓ આપવામાં આવી છે તે પાર્ટીમાં તેમના કદ પ્રમાણે નથી. ગુલામના રાજીનામાને જમ્મુ-કાશ્મીર સહિત રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે મોટું નુકસાન માનવામાં આવે છે.અગાઉ 16 ઓગસ્ટના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad )ને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટીની પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ આઝાદે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

રાહુલ જવાબદાર

પાર્ટીમાંથી પોતાના રાજીનામામાં ગુલામ નબીએ પાર્ટીની દુર્દશા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, પાર્ટીના તમામ નિર્ણયો રાહુલ ગાંધી લઈ રહ્યા છે અને પાર્ટીમાં નવા અધ્યક્ષના ચૂંટણીનો ખેલ ચાલી રહ્યો છે.

 

પાર્ટીના નવા અધ્યક્ષ પણ કઠપૂતળી હશે

ગુલામે 5 પેજમાં પાર્ટીમાંથી રાજીનામું આપીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે પાર્ટીના નવા અધ્યક્ષ પણ કઠપૂતળી હશે. નબીએ પાર્ટી પર તમામ મોટા નેતાઓને સાઈડલાઈન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.આઝાદ કોંગ્રેસના ‘G23’ જૂથના અગ્રણી સભ્ય છે. જૂથ પક્ષના નેતૃત્વની ટીકા કરી રહ્યું છે અને સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યું છે.રાજ્યસભામાંથી નિવૃત્ત થયા બાદ આઝાદને ફરીથી ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા ન હતા.

 

 

 

Published On - 11:35 am, Fri, 26 August 22