લુડોનો “ખેલ”: લુડોની ગેમમાં પત્ની એટલી મંત્રમુગ્ધ બની કે પોતાની જાતને લગાવી દીધી દાવ પર, પતિ-પત્નીએ એકબીજા પર લગાવ્યા આરોપો

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમા પતિ-પત્ની વચ્ચે વિવાદીત ઘટના જોવા મળી રહી છે. હેરાનગતિની વાત તો ત્યારે લાગે છે, જ્યારે આ ઘટના લૂડોની રમત માટે થઈ હતી. પતિએ તેની પત્ની પર આરોપ લગાવતા જણાવ્યુ કે તેની જાણ બહાર તેની પત્ની તેના ઘર માલિક સાથે લુડો અને પત્તાની રમતમાં એટલી મંત્રમુગ્ધ હતી કે તેને રુપિયા પુરા થયા તો તેને એક પણ વાર વિચાર કર્યો વગર પોતાની જાતને દાવ પર લગાવી હતી અને હારી હતી.

લુડોનો ખેલ: લુડોની ગેમમાં પત્ની એટલી મંત્રમુગ્ધ બની કે પોતાની જાતને લગાવી દીધી દાવ પર, પતિ-પત્નીએ એકબીજા પર લગાવ્યા આરોપો
"Game" of Ludo: Accusations and rebuttals of husband and wife over Ludo
| Edited By: | Updated on: Dec 07, 2022 | 4:17 PM

દેશ-વિદેશમાં અવનવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં જ એક અનોખી ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં સામે આવી છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પતિ-પત્ની વચ્ચે વિવાદીત ઘટના જોવા મળી રહી છે. હેરાનગતિની વાત તો ત્યારે લાગે છે જ્યારે આ ઘટના લૂડોની રમત માટે થઈ હતી. પતિએ તેની પત્ની પર આરોપ લગાવતા જણાવ્યુ કે તેની જાણ બહાર તેની પત્ની તેના ઘર માલિક સાથે લુડો અને પત્તાની રમતમાં એટલી મંત્રમુગ્ધ હતી કે તેને રુપિયા પુરા થયા તો તેને એક પણ વાર વિચાર કર્યા વગર પોતાની જાતને દાવ પર લગાવી હતી અને હારી હતી. પતિના કહેવા મુજબ તે રાજસ્થાનના જયપુરમાં આંધળી મહેનત કરીને બધા જ ધન રાશિ તેની પત્નીને મોકલતો હતો અને તેની પાસે પૈસાનો હિસાબ કયારે પણ માગ્યો નથી. પરંતુ અત્યારે બધી જ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જ્યારે પત્નીએ પણ પતિ પર જુવાની લતનો આરોપ લગાવ્યો હતો.

લૂડોની લત હોવાનો આક્ષેપ

આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના દેવકાલીનની છે.જેમાં પતિ ઉમેશ અને પત્ની રેણુ કિરણે રહેવા માટે મકાન ભાડે લીધુ હતુ. જેમાં પતિ ઉમેશે તેની પત્નીને લુડોની લત હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને તેને પોલિસમાં ફરીયાદ નોંધાવી હતી. ઉમેશે ફરીયાદ નોંધાવતા કહ્યું કે તેની પત્ની હંમેશા ઘર માલિક સાથે લૂડો અને પત્તા રમતી હતી અને એક ગેમમાં રેણુએ પોતાની જાતને દાવ પર લગાવી હતી અને તે હારી ગઈ હતી ત્યાર પછી તે ઘર માલિક સાથે રહેવા લાગી છે સાથે તે પણ કહ્યું કે તે 6 મહિનાથી કામ માટે જયપુર ગયો હતો અને ત્યાંથી તે પત્ની રેણુ માટે નાણા મોકલતો હતો.

રેણુએ પોતાની જાતને દાવ પર લગાવી

ઉમેશના કહેવા મુજબ રેણુએ રમત દરમિયાન નાણાની અછત થતા તેને પોતાની જાતને દાવ પર લગાવી હતી અને પોતાની જાતને હારી હતી, ત્યાર પછી તે મકાન માલિક સાથે રહેવા લાગી હતી. પતિના કહેવા મુજબ તેની પત્નીએ તેને છોડવાની કોશિશ કરી હતી, પરંતુ તે એવુ ઈચ્છતો ન હતો.

પત્નીએ પતિ પર લગાવ્યો આરોપ

પત્નીએ તેની વાત મુકતા જણાવ્યુ કે તેને જુવાની લત નથી, પરંતુ હા તેના પતિ ઉમેશને જુવાની લત છે. તેથી હવે પોલીસ તેના પતિ ઉમેશની તપાસ હાથ ધરી છે. સાથે પત્નીએ મહિલા પોલીસને જણાવ્યુ કે તે એક સીધી સાદી મહિલા છે અને તે મહેનત કરીને ઘર ચલાવતી હતા. પોલીસે હવે આ અજીબોગરીબ ઘટનાની તપાસ હાથ ધરી છે.