કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ફ્રાન્સ સાથેની નવી રાફેલ ડીલ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું કે મણિપુર સળગી રહ્યું છે, યુરોપિયન યુનિયન સંસદમાં ભારતની આંતરિક બાબતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ વડાપ્રધાન ફ્રાન્સની ‘બેસ્ટીલ ડે’ પરેડમાં વ્યસ્ત છે અને રાફેલ ડીલ કરી રહ્યા છે.
Manipur burns. EU Parliament discusses India’s internal matter.
PM hasn’t said a word on either!
Meanwhile, Rafale gets him a ticket to the Bastille Day Parade.
— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2023
પીએમ મોદી 13-14 જુલાઈ સુધી ફ્રાંસના પ્રવાસે હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિશેષ આમંત્રણ પર, વડા પ્રધાને મુખ્ય અતિથિ તરીકે ‘બેસ્ટિલ ડે’ પરેડમાં હાજરી આપી હતી. ત્યાં તેણે ઘણી ડીલ પણ કરી હતી જેમાં 26 નવા રાફેલ ખરીદવાનો કરાર થયો હતો. આ સિવાય 3 સબમરીન ખરીદવાનો મામલો પણ સામે આવ્યો છે.
EU સંસદમાં ભારતનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
મણિપુરમાં હિંસા માટે છેલ્લા ઘણા મહિનાઓથી યુરોપિયન સંસદ (EU)માં મોદી સરકારની ટીકા થઈ રહી છે. આ અંગે યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો. ભારતે પણ આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમે ભારતની આંતરિક બાબતોમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકારીશું નહીં. ભારત આવી બાબતો પર પહેલાથી જ પોતાનું કડક વલણ અપનાવી ચુક્યું છે.
મણિપુર કેમ સળગી રહ્યું છે?
મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક સુરક્ષા દળના જવાનો પણ સામેલ છે. રાજ્યમાં જાતિય રમખાણો થયા પછી પરિસ્થિતિ વધુ વણસી, જેણે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મણિપુરમાં હિંસા મુખ્યત્વે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે થઈ રહી છે. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી, પરંતુ હજુ પણ સ્થિતિ સામાન્ય થતી જણાતી નથી. EU એ આ મુદ્દાઓ અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો : Delhi ના બારાખંબા વિસ્તારમાં DCM બિલ્ડીંગમાં ભીષણ લાગી આગ
જોકે આ તમામ બાબતો વચ્ચે ભારતના પ્રવાસન મંત્રી જય કિશન રેડ્ડીએ રાહુલ ગાંધી દ્વારા કરેલા ટ્વિટનો વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતની આંતરિક બાબતો વિષે બોલવાનો કોઈને અધિકાર નથી. અને તેમાં પણ જયરે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે તેમાં રાજકારણ આવવું નહિ જોઇયે તેવું ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.
Really Shameful Tweet …
Rather than close ranks and speak in one voice that India’s internal matters should not be commented on by external entities, Rahul Gandhi prefers foreign entities to comment and celebrates it gleefully.
Dragging Country’s defence security for… https://t.co/aeCzeWLVck
— G Kishan Reddy (@kishanreddybjp) July 15, 2023
Published On - 9:11 pm, Sat, 15 July 23