પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, મુલાયમ સિંહ યાદવ સહિત 106 મહાનુભવોના પદ્મ એવોર્ડથી થશે સન્માનિત

આ વખતે કુલ 26 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 25ને પદ્મશ્રી અને 1ને પદ્મ વિભૂષણ આપવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ડો.દિલીપ મહાલાનીસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.

પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, મુલાયમ સિંહ યાદવ સહિત 106 મહાનુભવોના પદ્મ એવોર્ડથી થશે સન્માનિત
Padma Awards Full List
Image Credit source: File photo
| Edited By: | Updated on: Jan 25, 2023 | 10:33 PM

74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 106 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 91ને પદ્મશ્રી, 6ને પદ્મ વિભૂષણ અને 9ને પદ્મ ભૂષણ આપવામાં આવી રહ્યા છે. મુલાયમ સિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના ડો.દિલીપ મહાલાનીસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.

ઓઆરએસની શોધ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. આ સાથે રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. આંદામાનના જારાવા જનજાતિમાં મિઝેલ્સ માટે તેમણે કરેલા સારા કામ માટે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.સુધા મૂર્તિ, કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ મળ્યા છે. રાકેશ રાધેશ્યામ ઝુનઝુનવાલા (મરણોત્તર), RRR ફિલ્મના સંગીતકાર એમએમ કીરાવાણી, અભિનેત્રી રવીના ટંડનને પદ્મશ્રી મળ્યો છે.

સંગીતકાર ઝાકિર હુસૈન, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ મળ્યો છે. જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવામાં આવી રહ્યું છે. ડૉ. નલિની પાર્થસારથીને પદ્મશ્રી અને ચિન્ના જીયાર સ્વામીજીને પણ પદ્મ ભૂષણ મળ્યું છે. તેઓ રામાનુજમ સંપ્રદાયના આધ્યાત્મિક વડા છે.9 એવોર્ડ વિજેતા મહિલાઓ છે. વિદેશીઓ/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈ કેટેગરીની યાદીમાં 2 અને 7 લોકોને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે.

પદ્મ એવોર્ડનું સંંપૂર્ણ લિસ્ટ

આ સમાચાર અપડેટ થઈ રહ્યું છે….

Published On - 9:48 pm, Wed, 25 January 23