Breaking News: બદલાઈ ગઈ ‘ચા’ની પરિભાષા! હવે હર્બલ અને ફ્લાવર ટી ઉપર ‘ચા’ લખવું ગેરકાયદેસર, ઉત્પાદકોથી લઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સુધી… બધાને FSSAI ની કડક સૂચના

FSSAI એ હર્બલ અને ફ્લાવર ટી માટે ‘ચા’ શબ્દની વ્યાખ્યા બદલી દીધી છે. હવે આ પ્રકારના ઉત્પાદનો પર ‘ચા’ લખવું ગેરકાયદેસર ગણાશે. આ નિયમ તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે લાગુ થશે. FSSAI દ્વારા તમામને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, હર્બલ અને ફ્લાવર ટી માટે ‘ચા’ શબ્દનો ઉપયોગ ન થાય.

Breaking News: બદલાઈ ગઈ ચાની પરિભાષા! હવે હર્બલ અને ફ્લાવર ટી ઉપર ચા લખવું ગેરકાયદેસર, ઉત્પાદકોથી લઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સુધી... બધાને FSSAI ની કડક સૂચના
| Updated on: Dec 25, 2025 | 3:32 PM

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટતા કરી છે કે, હવે ફક્ત Camellia sinensis પ્લાન્ટમાંથી બનેલ ઉત્પાદનોને જ “ચા” કહી શકાશે. હર્બલ ટી, રૂઈબોસ ટી અને ફ્લાવર ટી જેવા ઉત્પાદનોને “ચા” કહેવું ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે તેમજ તેને ખોટી બ્રાન્ડિંગ ગણવામાં આવશે. આવા પીણાં હવે પ્રોપરાઇટરી અથવા નોન-સ્પેસિફિક ફૂડ નિયમો હેઠળ આવશે.

સાચું અને વાસ્તવિક નામ છાપવું ફરજિયાત: FSSAI

FSSAI એ વધુમાં કહ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજું કે, આ નિર્દેશ બધા ઉત્પાદકો (Manufacturers) અને વેચાણકર્તાઓ (Sellers) માટે ફરજિયાત છે. ઓથોરિટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, પેકેજની આગળના ભાગમાં કોઈપણ ફૂડ પેકેજનું સાચું અને વાસ્તવિક નામ છાપવું ફરજિયાત છે.

FSSAI ના જણાવ્યા અનુસાર, ચાને ફક્ત ત્યારે જ ‘ચા’ કહી શકાય, જ્યારે તે કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનાવવામાં આવી હોય. હર્બલ ટી, રૂઇબોસ ટી અને ફ્લાવર ટી જેવી પ્રોડક્ટ્સને ચા કહેવું ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે. નિયમો અનુસાર, કાંગડા ટી, ગ્રીન ટી અને ઇન્સ્ટન્ટ ટી પણ કેમેલીયા સિનેન્સિસમાંથી બનાવવી આવશ્યક છે.

પેકેજની આગળની બાજુએ ખાદ્ય પદાર્થનું સાચું નામ દર્શાવવું જરૂરી છે. કેમેલિયા સિનેસિસથી ન બનેલા ઉત્પાદનો પર ‘ટી’ અથવા ‘ચા’ લખવું મિસબ્રાન્ડિંગ ગણાશે. આવા હર્બલ અથવા બીજા પ્લાન્ટમાંથી બનેલા પે-પ્રોપ્રાઇટરી ફૂડ અથવા નોન-સ્પેસિફિક ફૂડ ‘નિયમ, 2017’ હેઠળ આવશે.

નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર થશે ‘કડક કાર્યવાહી’

તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ, ઇમ્પોર્ટર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મને સૂચના આપવામાં આવી છે કે, કેમેલિયા સિનેસિસથી ન બનેલા ઉત્પાદનો પર ‘ચા’ શબ્દનો ઉપયોગ ન કરવો. નિયમોનું ઉલ્લંઘન કરવા પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓ આ આદેશના કડક પાલન પર નજર રાખશે.

FSSAI એ પોતાના નિર્ણયમાં કડક ચેતવણી આપી છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને આગામી દિવસોમાં કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આનો અર્થ એ છે કે, કંપનીઓએ સૂચવવું પડશે કે, ગ્રાહકોના કપમાં રહેલું પીણું વાસ્તવિક ‘ચા’ છે કે માત્ર ‘હર્બલ ઇન્ફ્યુઝન’ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:31 pm, Thu, 25 December 25