
આજે દેશ ફ્રેન્ડશીપ દિવસ મનાવી રહ્યો છે. મિત્ર આપણા જીવનનો એક મહત્વનો ભાગ હોય છે. ત્યારે આજે અમે તમને એવા IAS અધિકારી વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમના મિત્રોએ મુશ્કેલ સમયમાં તેમની ફી ભરી હતી. આજે તે જે મુકામ પર છે. તેમાં તેમના મિત્રોનો હાથ છે. અમે વાત કરી રહ્યા છે IAS અધિકારી વરૂણ બરનવાલની, જે ક્યારેય સાયકલ પંચરની દુકાનમાં કામ કરતા હતા. વરૂણ મહારાષ્ટ્રના એક નાના શહેર બોઈસારના રહેવાસી છે. જેમને 2013માં થયેલી UPSCની પરીક્ષામાં 32મું સ્થાન મેળવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વરૂણના ઘરની પરિસ્થિતી એટલી સારી નહતી. પૈસાની અછત રહેતી હતી. તેમના પિતા સાઈકલમાં પંચર લગાવવાનું કામ કરતા હતા. જ્યારે તેમના 10માં ધોરણનો અભ્યાસ પુરો થયો તો તેમને નક્કી કર્યુ હતું કે સાઈકલની દુકાન પર કામ કરીશ, કારણ કે આગળના અભ્યાસ માટે પૈસા ભેગા કરવા મુશ્કેલ હતા. વરૂણે 2006માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા ખત્મ થયા પછી 3 દિવસ પછી તેમના પિતાનું નિધન થયું. ધોરણ 10માં તેમને ટોપ કર્યુ હતું. ત્યારબાદ તેમની માતાએ કહ્યું કે ‘તુ અભ્યાસ કર, આપણે કામ કરીશું’.
વરૂણ માટે ધોરણ 11-12નો સમય સૌથી મુશ્કેલીભર્યો હતો. તમને જણાવી દઈએ કે ધોરણ 10માં એડમિશન માટે વરૂણના ઘર પાસે એક જ સારી સ્કૂલ હતી, પણ તેમાં એડમિશન લેવા માટે 10 હજાર રૂપિયા ડોનેશન ભરવું પડ્તુ હતું. ત્યારબાદ તેમને માતાને કહ્યું કે હું 1 વર્ષ રોકાઈ જાવું છું, આગામી વર્ષે એડિમિશન લઈ લઈશ. ત્યારબાદ તે ડૉક્ટરે મારી ફી ભરી, જે મારા પિતાની સારવાર કરતાં હતા. વરૂણે જણાવ્યું કે મેં ક્યારેય 1 રૂપિયો પણ મારા અભ્યાસમાં ખર્ચ નથી કર્યો. મારા મિત્રોએ અને તેમના માતા-પિતાએ મારી કોલેજની ફી ભરી છે. જેનો જીવનભર હું આભાર માનીશ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વરૂણ IAS અધિકારી બનવા ઈચ્છતા હતા. ત્યારબાદ તેમને UPSCનું ફોર્મ ભર્યુ. તેમની પાસે પ્રીલિમ્સની તૈયારી માટે માત્ર 4 મહિના હતા. ત્યારબાદ તેમની મદદ તેમના ભાઈએ કરી. જ્યારે UPSC પ્રીલિમનું પરિણામ આવ્યું તો તેમાં વરૂણનો 32મો નંબર હતો. વરૂમ આજે સફળ છે પણ મિત્રોની મદદ વગર આ સફળતા અસંભવ હતી.
Published On - 11:34 am, Sun, 2 August 20