
આસામનો એ ખેડૂત જેને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો જેની સ્ટોરી વાંચીને તમે પણ દંગ રહી જશો. આસામમાં રહેતા આ ખેડૂતનું નામ જાદવ મોલાઈ પાયેંગ છે આ ખેડૂત માટે પ્રકૃતિ અને પર્યાવરણ તેનું જીવન છે.
જાદવ મોલાઈ 42 વર્ષથી જીવંત પ્રાણીઓના અસ્તિત્વ અને પર્યાવરણની સુરક્ષા માટે રોપાનું વાવેતર કરે છે. તેમણે સેંકડો એકર જંગલ વિસ્તાર પોતાના દમ પર સ્થાપિત કર્યા છે અને આ જ કારણે તેમને ભારતના ફોરેસ્ટ મેન કહેવામાં આવે છે. તેમની આ સેવાઓ બદલ કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે .
આ ખેડૂતો વૃક્ષો વાવવાની શરુઆત 1979માં કરી હતી ત્યારથી થયેલી પર્યાવરણ માટેની તેમની સેવાઓ હજુ પણ અવીરત પણે ચાલુ છે. 1979માં જાદવની ઉંમર માત્ર 16 વર્ષ હતી, તેમણે એક દિવસ એક છોડ વાવવાનું શરૂ કર્યું. જે બાદ તેમને ભારતના વન મેન તરીકે ઓળખવામાં આવ્યા. વનવૃક્ષની સ્થાપના દરરોજ એક છોડ વાવવાના તેમના વિચાર સાથે થઈ હતી. 42 વર્ષ સુધી ચાલેલા આ આંદોલનથી એકલા જાધવે વૃક્ષો વાવીને 550 હેક્ટરથી વધુ જંગલ બનાવી દીધુ છે.
આસામમાં 550 હેક્ટર સૂકી બંજર જમીન આજે લીલા જંગલમાં ફેરવવામાં આવી છે તેનો બધો જ ક્રેડિટ આ ખેડૂતને જાય છે. હાલમાં મુલાઈનું જંગલ 1360 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ જંગલ વિસ્તાર હાથીઓ અને અન્ય પ્રાણીઓનું ઘર છે.
‘ફોરેસ્ટ મેન ઓફ ઈન્ડિયા’ જાધવ મોલાઈ પાયેંગ, જેઓ પર્યાવરણની સુરક્ષા માટે કામ કરે છે, તેમના પ્રવાસ વિશે કહે છે કે હું 42 વર્ષથી દરરોજ રોપા વાવી રહ્યો છું. હું સવારે ત્રણ વાગ્યે જાગી જાઉં છું અને પાંચ વાગ્યે હોડી દ્વારા જંગલમાં પહોંચું છું. અમે આ જંગલમાં લગ્ન કર્યા. અમારા સ્થાને પુત્ર અને પુત્રીનો પણ જન્મ થયો. આપણે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આપણે ધરતી માતાને પ્રેમ કરવો જોઈએ.
તેમણે અપીલ કરી હતી કે દેશના 140 કરોડ ભારતીયોએ પ્રકૃતિને પ્રેમ કરવો જોઈએ. પર્યાવરણનું રક્ષણ કરો. તો જ આપણે બધા આરામથી જીવી શકીશું. સરકારે મને પદ્મશ્રીથી સન્માનિત કર્યો, પણ મને પૈસાની જરૂર નથી. સરકાર દ્વારા આપવામાં આવેલ આ સન્માનને હું મહાન સન્માન માનું છું.
Published On - 3:59 pm, Wed, 21 June 23