મોંઘવારીનો માર ! ખાણી-પીણીના ભાવ આસમાને પહોંચ્યા, લોટના ભાવ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ

|

May 09, 2022 | 8:42 AM

મોંઘવારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોટની કિંમત (Atta price) 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. એપ્રિલ મહિના માટે લોટની સરેરાશ કિંમત રૂ. 32.38 પ્રતિ કિલો હતી.

મોંઘવારીનો માર ! ખાણી-પીણીના ભાવ આસમાને પહોંચ્યા, લોટના ભાવ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ
Flour Export
Image Credit source: File Photo

Follow us on

અત્યારે ચારે બાજુ મોંઘવારી(Inflation)એ ભરડો લીધો છે. ખાણી-પીણીથી લઈને પહેરવાના વસ્ત્રો અને ઘરોમાં વપરાતી તમામ જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. મોંઘવારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોટની કિંમત(Atta price)12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. એપ્રિલ મહિના માટે લોટની સરેરાશ કિંમત રૂ. 32.38 પ્રતિ કિલો હતી, જે જાન્યુઆરી 2010 પછીનું સર્વોચ્ચ સ્તર છે. આપણા દેશમાં ઘઉંના ઉત્પાદન અને સ્ટોક બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે જ વિદેશમાં તેની માગ વધી છે, જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવ પહેલેથી જ આસમાને છે. અન્ય ખાદ્ય ચીજો પણ મોંઘી થઈ રહી છે.

ફુગાવો પણ છેલ્લા ત્રણ મહિનાથી 6 ટકાથી ઉપર છે, જે રિઝર્વ બેન્કની અપર લિમિટ કરતાં વધુ છે. એપ્રિલમાં ફુગાવો 7.7 ટકા રહેવાનો અંદાજ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલમાં ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 7 મેના રોજ ઘઉંના લોટની સરેરાશ કિંમત 32.78 રૂપિયા પ્રતિ કિલો હતી. તેણે વાર્ષિક ધોરણે 9.15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. 7 મે 2021ના રોજ આ કિંમત 30.03 રૂપિયા હતી.

ક્યાં સૌથી મોંઘો લોટ વેચાઈ રહ્યો છે

દેશના વિવિધ ભાગોમાં લોટની કિંમત અલગ-અલગ છે. 156 કેન્દ્રો માટે ઉપલબ્ધ ડેટા અનુસાર, લોટની સૌથી વધુ કિંમત પોર્ટ બ્લેરમાં રહી. ત્યાં સરેરાશ ભાવ 59 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યારે બિહારના પુરુલિયામાં પ્રતિ કિલો રૂ. 22 પર સૌથી નીચો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મુંબઈમાં મેટ્રો શહેરોમાં સૌથી વધુ કિંમત

મેટ્રો શહેરોની વાત કરીએ તો, મુંબઈમાં સરેરાશ કિંમત 49 રૂપિયા, ચેન્નાઈમાં 34 રૂપિયા, કોલકાતામાં 29 રૂપિયા અને દિલ્હીમાં 27 રૂપિયા પ્રતિ કિલો છે. આ વર્ષની શરૂઆતથી જ લોટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી લોટના ભાવમાં 5.81 ટકાનો ઉછાળો આવ્યો છે.

Next Article