
Assam Flood: આસામમાં પૂરના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. નવ જિલ્લાઓમાં ચાર લાખથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. જોકે રાહતની વાત એ છે કે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. આસામ સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અનેક ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. લોકોને સલામત સ્થળે પણ લઈ જવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ લોકોના મોત પણ થયા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને ફોન કરીને સ્થિતિ વિશે પૂછ્યું છે. અમિત શાહે (Amit shah) સીએમ હિમંતા બિસ્વા શર્મા તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
રાજયના 9 જિલ્લાના 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા
ASDMAના એક રિપોર્ટ અનુસાર, બક્સા, ઉદલગુરી, નલબારી, લખીમપુર, કામરૂપ, ગોલપારા, ધુબરી, દરરંગ, બરપેટા જિલ્લાના ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત છે. લોકોની રાહત માટે 101 કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. 81 હજારથી વધુ લોકોએ અહીં આશ્રય લીધો છે. પાંચ જિલ્લામાં 119 રાહત વિતરણ કેન્દ્રો પણ ચલાવવામાં આવી રહ્યા છે. ASDMAએ જણાવ્યું કે 1,118 ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. પૂરના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. 8,469.56 હેક્ટર જમીન સંપૂર્ણપણે ડૂબી ગઈ છે.
Due to heavy rain, the people in parts of Assam are braving a flood-like situation. I have spoken to CM Shri @himantabiswa Ji and assured all possible assistance. NDRF teams are already on the ground conducting relief and rescue operations and adequate forces are on standby.
The…
— Amit Shah (@AmitShah) June 25, 2023
રસ્તાઓ, પુલો, અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન
કરીમગંજના કેટલાક સ્થળોએ વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓના સમાચાર પણ છે. તમે પૂરના વિનાશનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે નવ જિલ્લાઓમાં રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના સીએમ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદની ખાતરી આપવામાં આવી છે. શાહે કહ્યું કે પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર આ મુશ્કેલ સમયમાં આસામના લોકો સાથે મજબૂતીથી ઉભી છે.
Published On - 2:56 pm, Sun, 25 June 23