Tokyo Olympics : ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને વડાપ્રધાન 15મી ઓગસ્ટે મળશે, લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi ) ટોક્યો ઓલિમ્પિક રમવા ગયેલા તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમામ ખેલાડીઓને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ, ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોક્યો ગયેલા તમામે તમામ ભારતીય ખેલાડીઓને વ્યક્તિગત મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરશે. ભારત તરફથી ઓલિમ્પિકની વિવિધ રમતોમાં ભાગ લેનારા, તમામ ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 15મી ઓગસ્ટના રોજ, લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યા બાદ મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતના તમામ ખેલાડીઓને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર કરાતા ધ્વજવંદનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્ર્યા છે.
ટોક્યો ઓલિમ્પિક 2020માં( Tokyo Olympics 2020) ભારત તરફથી અત્યાર સુધી પ્રદર્શન મધ્યમ રહ્યું છે. 11 દિવસની રમતોમાં અત્યાર સુધીમાં બે એવોર્ડ મેળવ્યા છે. જેમાં પહેલો રજત ચંદ્રક વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ મેળવ્યો છે. તો બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટનમાં પી વી સિંધુએ મેળવ્યો છે. અન્ય રમતોમાં બાગ લેનારા ભારતીય ખેલાડીઓ એવોર્ડ મુદ્દે નિરાશ થયા છે. પરંતુ ઘણીબધી રમતોમાં ભારતના રમતવીરોએ, નવી આશા ઊભી કરી છે. આ તમામ ખેલાડીઓને વધુ પ્રોત્સાહીત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સક્રીય છે. જો કે હજુ કેટલીક રમતો બાકી છે. અને તેમા વધુ કેટલાક પદક મળે તેવી આશા છે.
ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ભારતના તમામ ખેલાડીઓને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લાલ કિલ્લા (Red Fort ) પરથી થતા ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યુ છે. વડાપ્રધાન મોદી ધ્વજવંદન કર્યા બાદ, તમામે તમામ ખેલાડીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમના દ્વારા દાખવવામાં આવેલ રમતને બિરદાવવામાં આવશે.
On 15th August, Prime Minister Narendra Modi will invite the entire Indian Olympics contingent to the Red Fort as special guests. He will also personally meet and interact with all of them around that time.#Olympics pic.twitter.com/Sw0rbENdVb
— ANI (@ANI) August 3, 2021
Published On - 3:11 pm, Tue, 3 August 21