ભારતીય સેનામાં ધીરેધીરે મહિલાઓની નિયુક્તિ થઇ રહી છે. અને, દેશની રક્ષાકાજે હવે મહિલાઓ પણ અગ્રેસર બની રહી છે. ત્યારે વિશ્વની સૌથી ખતરનાક અને વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર પર એક મહિલા કેપ્ટનની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમાચારે દેશની મહિલાઓની સિદ્ધિને વર્ણવે છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
કોણ છે શિવા ચૌહાણ
ભારતની સુરક્ષામાં તહેનાત શિવા રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે. ત્યાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 11 વર્ષની ઉંમરમાં તેમના પિતાનું નિધન થયું હતું. તેમની માતાએ વાંચતા-લખતા શિખવાડ્યું છે. શિવાએ ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમી(OTA)ની ટ્રેનિંગ લીધી છે. 2022માં કેપ્ટન શિવાએ કારગિલ વિજય દિવસ પર 508 કિમી સુરા સોઈ સાઈકલ અભિયાનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. ત્યારબાદ કેપ્ટન શિવે સુરા સોઇ એન્જિનિયર રેજિમેન્ટની પુરુષોની ટીમને વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં લઈ જવામાં આવી. આ પછી જ કેપ્ટન શિવાની સિયાચીન બેટલ સ્કૂલમાં ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી.
ભારતીય સેનાએ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને સીયાચીન યુદ્ધ મેદાન પર નિયુક્તિ કરી છે. શિવા ચૌહાણ 15,600 ફૂટની ઊંચાઈ પર સ્થિત સૌથી ખતરનાક કુમાર પોસ્ટ પર ફરજ પર તૈનાત રહેશે. આવું પ્રથમવાર બન્યું છેકે ભારતીય સેનાએ વિશ્વની સૌથી ખતરનાક ચેક પોસ્ટ પર કોઈ મહિલાને ફરજ પર રાખ્યા છે. આ કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયર બટાલિયનનું મુખ્ય મથક કહેવાય છે.
રક્ષામંત્રીએ રાજનાથ સિંહે શિવા ચૌહાણને શુભકામના પાઠવી
Excellent news!
I am extremely happy to see more women joining the Armed Forces and take every challenge in stride. It is a an encouraging sign. My best wishes to Capt Shiva Chauhan. https://t.co/M9d7Rw7kSj
— Rajnath Singh (@rajnathsingh) January 3, 2023
ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે આ બદલ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને શુભકામના પાઠવી છે. આ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને જણાવ્યું છેકે – ખુબ જ શાનદાર, મને આ જોઈને ઘણી ખુશી થઈ રહી છે કે, વધુ ને વધુ મહિલાઓ સશસ્ત્ર દળોમાં સામેલ થઈ રહી છે, અને દરેક પડકારનો સામનો કરી રહી છે. મહિલા કેપ્ટન શિવા ચૌહાણને મારી શુભેચ્છા.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સને સત્તાવાર રીતે 14મી કોર્પ્સ છે. એનું મુખ્ય મથક લદ્દાખના લેહમાં સ્થિત છે. તેઓ ચીન-પાકિસ્તાન સરહદો પર તહેનાત છે. ઉપરાંત તેઓ સિયાચીન ગ્લેશિયરનું રક્ષણ કરે છે.
Published On - 11:09 am, Wed, 4 January 23