Fire News : હૈદરાબાદમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, છ લોકોના મોત, અનેક ઘાયલ

|

Mar 17, 2023 | 6:53 AM

હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે મૃત્યુનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ મૃત્યુનું સૌથી વધુ કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું માનવામાં આવે છે.

Fire News : હૈદરાબાદમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, છ લોકોના મોત, અનેક ઘાયલ

Follow us on

Telangana: હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. અહીં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત નિપજ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે તેમને છ લોકોના મોતની માહિતી મળી છે. પોલીસે કહ્યું કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુનું સ્પષ્ટ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ મૃત્યુનું સૌથી વધુ સામાન્ય કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું માનવામાં આવે છે.

ઉત્તર ઝોનના ડીસીપી ચંદના દીપ્તિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ સહિત છ લોકોના મોત થયા છે, આ લોકો આગના સમયે અંદર હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેની હાલત નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમે 7 લોકોને બચાવી પણ લીધા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફાયરની 14 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. આ લોકો માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા. જેની ઓફિસ આ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આગનું કારણ શોર્ટ સર્કિટ

બચાવ કામગીરી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, મોડી રાત સુધી બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. અત્યારે તેને સંપૂર્ણ કાબુમાં લેવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે બચાવકર્મીઓ હજુ અંદર છે અને તપાસ કરી રહ્યા છે કે હજુ પણ અન્ય કોઈ ફસાયું નથી ને. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

Published On - 6:52 am, Fri, 17 March 23

Next Article