નાણા પ્રધાન નિર્મલા સીતારમણને AIIMSમાં કરાયા દાખલ

ગઈકાલ 25 ડિસેમ્બરે, નાણા પ્રધાન સીતારામને દિલ્હીમાં 'સદૈવ અટલ' ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણને AIIMSમાં કરાયા દાખલ
Nirmala Sitharaman - Minister of Finance ( File Photo)
| Edited By: | Updated on: Dec 26, 2022 | 5:51 PM

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને સોમવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 63 વર્ષીય સીતારમણને આજે સોમવારને બપોરે 12 વાગ્યાની આસપાસ AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, તેને શું થયુ છે તે અંગેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી. ખાસ વાત એ છે કે, ફેબ્રુઆરી 2023માં રજૂ થનારા સામાન્ય બજેટને લઈને, નાણાપ્રધાન નિર્મલા સીતારમણની ઉદ્યોગ જગત સાથે સતત બેઠકોનો દોર ચલાવી રહ્યા હતા.

ગઈકાલ 25 ડિસેમ્બરે, નાણા પ્રધાન સીતારામને દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં, તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહ દરમિયાન, નાણામંત્રીએ કહ્યું હતું કે ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે, કારણ કે દેશ સસ્તી વિશ્વસ્તરીય દવાનું ઉત્પાદન કરે છે. તેમણે કહ્યું કે ભારત આફ્રિકામાં જેનરિક દવાઓની માંગના 50 ટકા, યુએસમાં જેનરિક દવાઓના 40 ટકા અને યુકેમાં તમામ દવાઓના 25 ટકા સપ્લાય કરે છે.
.

તમિલનાડુમાં શનિવારે એક કાર્યક્રમમાં રહ્યાં હતા હાજર

નિર્મલા સીતારામણ ગત શનિવારે ‘તમિલનાડુ ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટી’ના 35મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે કોવિડના કેસોમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે દેશ ‘સારી સ્થિતિમાં’ છે. નાણા પ્રધાને કહ્યું, ‘હું અહીં તમિલનાડુમાં સ્વાસ્થ્ય પ્રધાનની સામે કહી રહ્યી છું. મેડિકલ એજ્યુકેશનને ચોક્કસપણે મજબૂત કરવાની જરૂર છે અને મને લાગે છે કે જો તમિલ ભાષામાં મેડિકલ એજ્યુકેશન ભણાવવામાં આવે તો આ ધ્યેય ચોક્કસથી હાંસલ કરી શકાય તેમ છે.

આ સમાચાર હમણાં જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ થઈ રહ્યાં છે. વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો. tv9gujarati.com

Published On - 1:27 pm, Mon, 26 December 22