પશ્ચિમ બંગાળના સીએમ-રાજ્યપાલ વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયામાં પહોચી, મમતાએ ટ્વિટર પર ધનખરને કર્યા બ્લોક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખરને ટ્વિટર પર બ્લોક કર્યા છે. મમતાએ કહ્યું કે રાજ્યપાલ જગદીપ ધનખડ દ્વારા મારી સરકાર વિરુદ્ધ કરાતા સતત ટ્વિટથી પરેશાન થઈને મેં તેમને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે.

પશ્ચિમ બંગાળના સીએમ-રાજ્યપાલ વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયામાં પહોચી, મમતાએ ટ્વિટર પર ધનખરને કર્યા બ્લોક
Bengal Governor Reply Mamata Tweet
| Edited By: | Updated on: Jan 31, 2022 | 8:58 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખર વચ્ચેને અણબનાવ જાણીતો છે. સોમવારે બંનેની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખરને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે. કદાચ આ પહેલીવાર હશે કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે જ રાજ્યના રાજ્યપાલને સોશિયલ મીડિયા પર બ્લોક કર્યા હોય.

ટ્વિટર પર બ્લોક કર્યાની જાણકારી ખુદ મમતા બેનર્જીએ આપી છે. તેમણે કહ્યું કે મારી સરકાર વિરુદ્ધ રાજ્યપાલ જગદીપ ધનખરના સતત ટ્વિટથી પરેશાન થઈને મેં તેને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે. બેનર્જીએ કહ્યું કે ધનખરે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘણી વખત ધમકી આપી છે. મમતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત પત્ર લખીને રાજ્યપાલ ધનખરને પશ્ચિમ બંગાળમાંથી હટાવવાની વિનંતી કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મમતા સરકાર સામે રાજ્યપાલનું તીક્ષ્ણ વલણ

રાજ્યપાલ જગદીપ ધનખર મમતા સરકાર પર સતત પ્રહાર કરતા રહ્યાં છે. ક્યારેક પબ્લિક પ્લેટફોર્મ, ક્યારેક ઓફિશિયલ ચેનલો અને ક્યારેક ટ્વિટર દ્વારા તે પશ્ચિમ બંગાળ સરકાર પર નિશાન સાધતા રહે છે. એક દિવસ પહેલા રવિવારે જ તેણે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં માનવાધિકારના ઉલ્લંઘનની ઘટનાઓ અને હિંસાના પૂરને જોઈ શકતા નથી. ધનખરે કહ્યું કે કોઈપણ પ્રકારનું ‘અપમાન’ તેમને તેમની ફરજ બજાવવાથી રોકી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે હિંસા અને લોકશાહી સાથે ચાલી શકે નહીં.

રાષ્ટ્રપતિ સમક્ષ, રાજ્યપાલને હટાવવા TMC સાંસદે કરી માગ

બીજી બાજુ, TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે સોમવારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને રાજ્યપાલ જગદીપ ધનખર વચ્ચેના ઝઘડા વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સમક્ષ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખરને હટાવવાની માંગ કરી હતી. સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે જ્યારે તેમણે રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યપાલને હટાવવા માટે વિનંતી કરી ત્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સાથે પણ હાજર હતા. સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું છે. રાષ્ટ્રપતિ કોવિંદ તેની સંયુક્ત બેઠકને સંબોધવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન સુદીપ બંદોપાધ્યાય તેમને મળ્યા હતા.
આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

Uttar Pradesh Election: નોઈડામાં પ્રિયંકા ગાંધીએ ઘરે-ઘરે જઈને કોંગ્રેસના ઉમેદવાર માટે વોટ માંગ્યા, વિરોધીઓ પર કર્યા પ્રહાર