Breaking News : કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા ‘શાશા’નું થયું મોત, 3 મહિનાથી બીમાર હતી

નામીબિયાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તા શાશાનું મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં મૃત્યુ થયું છે. અહીં તે છેલ્લા ત્રણ મહિનાથી બીમાર ચાલી રહી હતી.

Breaking News : કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા શાશાનું થયું મોત, 3 મહિનાથી બીમાર હતી
Kuno National Park
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:59 PM

નામીબિયાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તા શાશાનું મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં મૃત્યુ થયું છે. અહીં તે છેલ્લા ત્રણ મહિનાથી બીમાર ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર, માદા ચિત્તા શાશા છેલ્લા બે દિવસથી કિડની ઈન્ફેક્શન અને ડાયેરિયાથી પીડિત હતી. આ સાથે તેના શરીરમાં પાણીની અછત હતી. જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બર 2022 ના રોજ, 8 ચિત્તાઓને નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ માદા અને ત્રણ નર ચિતાનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નામીબિયાથી ભારત લાવવામાં આવેલી 5 વર્ષની માદા ચિત્તા શાશાની છેલ્લા 3 મહિલાથી સારવાર ચાલી રહી હતી. તેની સારવાર માટે અહીં ભોપાલથી એક મેડિકલ ટીમ પહોંચી હતી. આ ટીમે શાશાને ડ્રિપ અને ઈન્જેક્શન માર્યું હતું. શાશાની તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તે કિડનીની બીમારીથી પીડિત હતી. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

માદા ચિત્તા ‘શાશા’નું થયું મોત

17 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસના રોજ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આવેલા ચિત્તાઓને ખાસ વાડમાં છોડવામાં આવ્યા હતા. આ ખાસ વાડમાં ત્રણ માદા ચિત્તા શાશા, સવાના અને સિયાયાને છોડવામાં આવી હતી. તેમની ઉંમર 2થી 5 વર્ષની હતી. વડાપ્રધાન મોદીએ તેમના ફોટોને કેમેરામાં કેદ કર્યા હતા. જણાવી દઈએ વર્ષ 1952માં ચિત્તા ભારતમાંથી વિલુપ્ત થઈ ગયા હતા.

 

18 ફ્રેબુઆરીના રોજ અન્ય 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા

 

 

 

 

18 ફેબ્રુઆરી, 2023ના રોજ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બીજા 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં પાલપુર કુનો નેશનલ પાર્ક વન્યજીવ પ્રેમીઓ માટે સૌથી નવા સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. કુનોમાં કરધાઈ, ખેર અને સલાઈની વિપુલતા સાથે આકર્ષક જંગલો છે અને વિશાળ ઘાસના મેદાનો છે. લગભગ 350 ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર એક અભયારણ્ય તરીકે શરૂ થયો હતો અને તેનો આકાર એક પાંદડા જેવો હતો જેની વચ્ચે કુનો નદી વહે છે. આ નદી માત્ર જંગલમાં પાણીનો સતત પુરવઠો જાળવવામાં અને જંગલને સિંચાઈ કરવામાં મદદ કરે છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Published On - 7:46 pm, Mon, 27 March 23