કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય

|

Dec 07, 2021 | 5:52 PM

સરકારે ખેડૂતોની લગભગ તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારબાદ ખેડૂતો હવે આંદોલન પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે. આવતીકાલે એટલે કે બુધવારે બપોરે 2 વાગ્યે ફરીથી સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળશે જેમાં આંદોલન અંગે નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય
Farmers Protest

Follow us on

ખેડૂતોનું આંદોલન (Farmers Protest) ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ખેડૂતોની લગભગ તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારબાદ ખેડૂતો હવે આંદોલન પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે બુધવારે બપોરે 2 વાગ્યે ફરીથી સંયુક્ત કિસાન મોરચાની (SKM) બેઠક મળશે જેમાં આંદોલન અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા મંગળવારે માહિતી આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે, સરકારે આંદોલનકારી ખેડૂતોને લેખિત આશ્વાસન આપ્યું છે કે તેમની માંગણીઓ પૂરી કરવામાં આવશે. તેમાં એમએસપીની ગેરંટી પણ સામેલ છે. ખેડૂતોને લખેલા તેના પત્રમાં, સરકારે કહ્યું કે તે MSP પર એક સમિતિની રચના કરશે અને તમામ પોલીસ કેસો, જેમાં પરાળ સળગાવવાનો સમાવેશ થાય છે, તે છોડી દેવામાં આવશે.

આ પછી ખેડૂતોએ બેઠકમાં દરખાસ્ત પર ચર્ચા કરી. અનેક મુદ્દે સહમતી સાધ્યા બાદ આવતીકાલે ફરી ખેડૂતોની બેઠક મળશે, જેમાં આંદોલન અંગે નિર્ણય લેવામાં આવશે. ખેડૂતો એમએસપી પર કાયદાની ગેરંટી, ખેડૂતો પરના કેસ પરત કરવા અને ખેડૂતોના આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને વળતરની માગ પર લેખિત ખાતરીની માગ કરી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પછી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પત્ર લખવામાં આવ્યો હતો. આ માહિતી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) આપી હતી. કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી એક પત્ર મળ્યો છે. જો કે, રાકેશ ટિકૈતે પત્રમાં શું છે તે અંગે સ્પષ્ટતા કરી નથી. આ સાથે જ સરકારના પત્રના કેટલાક મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે.

1. સરકાર એમએસપીની (MSP) ગેરંટી પર એક સમિતિ બનાવશે, જેમાં ખેડૂત નેતાઓ પણ હશે. પીએમ મોદી (Narendra Modi) અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કૃષિ વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ ખેડૂત પ્રતિનિધિમાં SKMના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે.

2. આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસોના કિસ્સામાં, ઉત્તર પ્રદેશ સરકાર અને હરિયાણા સરકાર આંદોલન પાછું ખેંચી લીધા પછી નોંધાયેલા કેસો પાછા ખેંચવા માટે સંમત થયા છે. પંજાબ સરકાર દ્વારા આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે.

3. હરિયાણા અને યુપી સરકારે પણ વળતર અંગે સૈદ્ધાંતિક સંમતિ આપી છે. પંજાબ સરકારે પણ આ વિશે જાહેરાત કરી છે.

4. વીજળી બિલની વાત કરીએ તો તેને સંસદમાં રજૂ કરતા પહેલા તમામ હિતધારકોના મંતવ્યો લેવામાં આવશે.

5. પરાળ સળગાવવાનો મુદ્દે ભારત સરકારે પસાર કરાયેલ કાયદાની કલમ 14 અને 15 માં ખેડૂતને ફોજદારી જવાબદારીમાંથી મુક્તિ આપી છે.

 

આ પણ વાંચો : નાગાલેન્ડમાંથી AFSPA નાબૂદ કરવાની માગ, રાજ્ય કેબિનેટ આ કાયદો હટાવવા કેન્દ્ર સરકારને લખશે પત્ર

આ પણ વાંચો : UP Election 2022: મેરઠ ચૂંટણી રેલીમાં SP-RLDએ ગઠબંધનની જાહેરાત કરી, જયંતે કહ્યું- ખેડૂતોના મામલામાં ભાજપે દાઢી મુંડાવી અને નાક પણ કપાવ્યું

Next Article