Farmers Protest : હરિયાણામા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીયર ગેસના સેલ છોડાયા

|

Jan 10, 2021 | 2:55 PM

ખેડૂત આંદોલન વચ્ચે કરનાલમા હંગામાના સમાચાર સામે આવ્યા છે. જે સ્થળે સીએમ મનોહરલાલ ખટ્ટરની કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેની પહેલા જ ત્યાં આંદોલનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 46 મો દિવસ છે. જેમાં ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે અત્યાર સુધી આઠ રાઉન્ડની બેઠક મળી ચૂકી છે. આ બેઠકમા હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. જેના પગલે હજુ પણ Farmers Protest ચાલુ છે. જેમાં ગઇકાલે સિંધુ બોર્ડર પર ગઇકાલે એક ખેડૂતે આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે આજે ખેડૂત આંદોલન વચ્ચે કરનાલમા હંગામાના સમાચાર સામે આવ્યા છે. જે સ્થળે સીએમ મનોહરલાલ ખટ્ટરની કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેની પહેલા જ ત્યાં આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મહાપંચાયતનું આયોજન કૈમલા ગામમા થવાનું હતું. આ દરમ્યાન પોલીસે  પ્રદર્શનકારીઓને  કાબૂમાં   લેવા માટે  ટીયરગેસના સેલ છોડ્યા હતા. તેમજ સીએમ ખટ્ટરે પણ પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે.

આ ઉપરાંત દિલ્હી બોર્ડર પર ઘરણા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કાઉન્સિલ શરૂ કરવામા આવ્યું છે. જેનાથી ખેડૂતો ડિપ્રેશનમા ના આવે અને આત્મ હત્યા જેવા કોઇ પ્રયાસ ના કરે.

Published On - 2:54 pm, Sun, 10 January 21

Next Video