Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન

|

Feb 06, 2021 | 12:02 AM

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે.

Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન
Rakesh Tikait (File Image)

Follow us on

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે. આ અગાઉ ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટીકૈતે ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓ અહીં આવી શકતા નથી, તેમણે શનિવારે તેમના સ્થળોએ શાંતિથી ચક્કાજામ કરી વિરોધ દર્શાવવો. આ સાથે જ રાકેશ ટીકૈતે કહ્યું કે 6 ફેબ્રુઆરીએ થનારો ચક્કાજામ દિલ્હીમાં નહીં થાય.

 

દિલ્હી પોલીસનો કડક બંદોબસ્ત

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામના અહેવાલોની વચ્ચે દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે જણાવ્યું છે કે વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચક્કાજામની દરખાસ્ત કરી છે. આવી સ્થિતિમાં જો 26 જાન્યુઆરીની જેમ પરિસ્થિતિઓ ઉભી ન થાય અને દિલ્હીની બોર્ડરથી કોઈ અસામાજિક તત્વો અંદર ન પ્રવેશે તે માટે દિલ્હી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોના ચક્કાજામને લઈને બેઠક યોજી હતી. પોલીસ કમિશ્નરની બેઠકમાં દિલ્હી પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી પોલીસ કમિશ્નરએસ.એન. શ્રીવાસ્તવે ચક્કાજામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ અંગેનું અવલોકન કર્યું હતું.

 

ટીકરી બોર્ડર પર પોલીસની તૈયારી

દિલ્હીમાં ખેડૂતોના ચક્કાજામને લઈને ટીકરી બોર્ડર પર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે બેરિકેટ દ્વારા એક વાડ ઉભી કરી દીધી છે, જેના પર કાંટાળા તાર બાંધવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રદર્શનકારી દિલ્હીમાં કોઈપણ રીતે પ્રવેશ કરી શકે નહીં. આ સાથે પોલીસે રસ્તા પર સિમેન્ટ લગાવી દીધો છે અને તેના પર ખીલાઓ ખોસી દીધા, જેથી ટ્રેક્ટર અથવા અન્ય કોઈ વાહન લઈને કોઈ પ્રદર્શનકરી દિલ્હીમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો તેના વાહનમાં ટાયર પંચર થઈ જાય.

 

આ પણ વાંચો: શું વાત છે અદ્ભૂત! પાલખીમાં બેસાડીને અને દુધથી અભિષેક કરી માતાઓનું કરાયુ સમ્માન

Next Article