Fake News: ‘કોરોના વેક્સિન લેનારનું 2 વર્ષમાં થઇ જશે મોત’, સોશિયલ મીડિયામાં વાયરલ આ મેસેજની જાણો સત્યતા

|

May 26, 2021 | 12:08 PM

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિન લીધાના 2 વર્ષમાં લોકો મરી જશે. ચાલો જાણીએ શું છે સત્ય.

Fake News: કોરોના વેક્સિન લેનારનું 2 વર્ષમાં થઇ જશે મોત’, સોશિયલ મીડિયામાં વાયરલ આ મેસેજની જાણો સત્યતા
ફેક ન્યૂઝ થઇ રહ્યા છે વાયરલ

Follow us on

દેશમાં વેક્સિનેશન કાર્યક્રામ ચાલી રહ્યો છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મંજુરી પણ આપવામાં આવી છે. આવા સમયે વેક્સિનની અછતના પણ સમાચારો આવી રહ્યા છે. તો બીજી બાજુ વેક્સિન લેવા માટે નેતાથી માંડીને અભિનેતાઓ પણ જનજાગૃતિ માટે કામ કરી રહ્યા છે. પરંતુ આ સમયની સમસ્યા છે કે કેટલાક અરાજક તત્વો વેક્સિનને લઈને ભ્રમ ફેલાવવાનું પણ કાર્ય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વેક્સિનને લઈને સૌને ડરાવવામાં પણ આવી રહ્યા છે.

વેક્સિન લીધાના 2 વર્ષ બાદ લોકોના મૃત્યુનો ખોટો દાવો

તાજેતરમાં સોશિયલ મીડિયામાં વેક્સિનને લઈને એક ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લીધાના 2 વર્ષ બાદ લોકોનું મૃત્યુ થઇ જશે. સરકારી સંસ્થા PIB એ આ મેસેજનું ફેકટ ચેક પણ કર્યું હતું. અને આ મેસેજને ખોટા સાબિત કરી દીધા છે. આવા સમયે જરૂરી છે કે આવા ફેક મેસેજથી બચવું જોઈએ અને સ્વજનોને પણ બચાવવા જોઈએ. PIB એક ટ્વિટ દ્વારા કહ્યું કે દેશમાં આપવામાં આવતી વેકિસન સલામત છે, તેને લેવામાં કોઈ પ્રકારનું જોખમ નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તસ્વીરમાં કરવામાં આવેલો દાવો સાવ ખોટો

પીઆઈબીએ લખ્યું છે કે COVID19 રસી અંગે ફ્રેન્ચ નોબેલ વિજેતાના નિવેદનનું ઉદાહરણ આપતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કોરોના વેક્સિન સલામત છે. પીઆઈબીએ લોકોને ટ્વીટ દ્વારા આ અફવા ન ફેલાવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ તસવીર આગળ ના મોકલો. અને ફેલાતી અટકાવો.

વાયરલ પોસ્ટમાં શું હતો દાવો?

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં એક નિવેદન બતાવવામાં આવ્યું છે. કેહવામાં આવ્યું છે કે આ નિવેદન નોબેલ વિજેતા લ્યુક મોન્ટાગ્નાઈઝરના હવાલાથી ટાંકવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે. નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે રસી લેનારા બધા લોકો 2 વર્ષમાં મરી જશે. જે લોકો કોઈપણ પ્રકારની રસી લે છે તેમને બચવાની કોઈ શક્યતા નથી. આ નિવેદનમાં વાઇરોલોજિસ્ટના નામ સાથે કહેવામાં આવ્યું છે કે જે લોકો વેક્સિન અપાય છે તેમની સારવાર શક્ય નથી.

ફેકટ ચેકમાં આ દાવો સાવ પોકળ સાબિત થયો છે. તેથી આવા ખોટા અને ભ્રામક મેસેજ ફેલાતા અટકાવવા પણ જરૂરી બને છે.

Published On - 12:08 pm, Wed, 26 May 21

Next Article