ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામને સુપ્રીમ કોર્ટનો ઝટકો, CCIની તપાસ રહેશે ચાલુ

|

Oct 14, 2022 | 7:52 PM

મેટા અને વ્હોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ ગોપનીયતા નીતિની માન્યતા સાથે સંબંધિત મામલાની સુનાવણી કરી રહી છે. હાલમાં આ મામલાની સુનાવણી જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટમાં થશે.

ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામને સુપ્રીમ કોર્ટનો ઝટકો, CCIની તપાસ રહેશે ચાલુ
Supreme Court (file photo)
Image Credit source: PTI

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) દિલ્હી હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા વોટ્સએપ (WhatsApp) અને મેટાની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં વોટ્સએપની પ્રાઈવસી પોલિસી સંબંધિત દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેંચના આદેશને પડકારવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપની 2021ની પ્રાઈવસી પોલિસી બાબતે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની સુપ્રીમ કોર્ટની બેન્ચના તાજેતરના નિર્ણયથી વોટ્સએપ અને ફેસબુકની પેરેન્ટ કંપનીને મોટો ફટકો પડ્યો છે.

અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એક સ્વતંત્ર સંસ્થા છે. જ્યારે પ્રથમ દૃષ્ટિએ એવું માનવામાં આવે છે કે તે કોમ્પિટિશન એક્ટ 2022નું ઉલ્લંઘનની બાબત છે અને જ્યારે CCI દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, ત્યારે એવું કહી શકાય નહીં કે CCIની કાર્યવાહીની શરૂઆત અધિકારક્ષેત્ર વિના છે. સુપ્રીમ કોર્ટેએ માન્યું છે કે સીસીઆઈ સમક્ષની કાર્યવાહી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ.

CCIને રોકે સુપ્રીમ કોર્ટ

મેટા અને વ્હોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ ગોપનીયતા નીતિની માન્યતા સાથે સંબંધિત મામલાની સુનાવણી કરી રહી છે. હાલમાં આ મામલાની સુનાવણી જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટમાં થશે. તેમણે વધુમાં કહ્યું કે સંસદના શિયાળુ સત્રમાં નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સિબ્બલે સુપ્રીમ કોર્ટને CCIને અંતિમ આદેશ આપતા રોકવાની વિનંતી કરી હતી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

WhatsAppની પ્રાઈવસી પોલિસી

કપિલ સિબ્બલની દલીલ પર સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમને પૂછ્યું કે બંધારણીય બેંચની સુનાવણી કેવી રીતે CCIની સ્વતંત્ર વૈધાનિક શક્તિઓને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. જણાવી દઈએ કે જુલાઈ 2021માં વિશ્વના સૌથી મોટા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ તેની પ્રાઈવેસી પોલિસી રજૂ કરી હતી. આમાં, કંપનીએ કથિત રીતે યુઝર્સને પ્રાઈવસી પોલિસીના નિયમો અને શરતોનું ફરજિયાતપણે પાલન કરવા દબાણ કર્યું છે. માર્ચ 2021માં CCIએ કોમ્પિટિશન અધિનિયમની કલમ 4ના ઉલ્લંઘન વિશે પ્રથમ દૃષ્ટિએ અભિપ્રાય રચવાનો આદેશ પસાર કર્યો અને આ બાબતે તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.

Facebookથી શેર થાય છે યુઝર્સના ડેટા

આરોપ છે કે નવી પ્રાઈવસી પોલિસી દ્વારા WhatsAppની પેરેન્ટ કંપની Meta તેના અન્ય સોશિયલ પ્લેટફોર્મ ફેસબુક સાથે વોટ્સએપ યુઝર્સના ડેટાને શેર કરે છે. આ સિવાય એવો પણ આરોપ છે કે વોટ્સએપ યુઝર્સનો ડેટા ફેસબુક ઉપરાંત ફેસબુકની અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે. અગાઉ 2016 પ્રાઈવસી પોલિસીમાં વપરાશકર્તાઓ પાસે વિકલ્પ હતો કે તેઓ ફેસબુક સાથે WhatsApp ડેટા શેર કરવા માંગે છે કે નહીં.

Next Article