‘દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે’, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર

|

Sep 14, 2023 | 1:20 PM

PM Modi on Sanatan Controversy: વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની વ્યૂહરચના ભારતના આસ્થા પર હુમલો કરવાની છે. તેમણે કહ્યું કે INDIA ગઠબંધનના લોકો સનાતન પરંપરાને નષ્ટ કરવા માંગે છે. તેઓ સનાતનનો નાશ કરવા અને તેને 1000 વર્ષ સુધી ગુલામીમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ તેમની યોજનાઓને એકતાથી નિષ્ફળ બનાવવી પડશે.

દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર
PM Modi

Follow us on

સનાતન વિવાદ પર પીએમ મોદી પહેલીવાર બોલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA સનાતન ધર્મને નષ્ટ કરવા માંગે છે. ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવા માંગે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની આસ્થા પર હુમલો કરવાની વિપક્ષી ગઠબંધન INDIAની રણનીતિ છે. તેમણે કહ્યું કે આ લોકો સનાતન પરંપરાને ખતમ કરવા માંગે છે. તેઓ સનાતનનો નાશ કરવા અને તેને 1000 વર્ષ સુધી ગુલામીમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ તેમની યોજનાઓને એકતાથી નિષ્ફળ બનાવવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

INDIA જોડાણ ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવા માગે છે

પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIAનો નેતા નક્કી થયો નથી. તેમના નેતૃત્વ અંગે મૂંઝવણ છે. લોકો આ જોડાણને અહંકારી ગઠબંધન પણ કહે છે. આ ઘમંડી ગઠબંધનની નીતિ અને વ્યૂહરચના ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. આ જોડાણે ભારતીયોની આસ્થા પર હુમલો કરવાનું નક્કી કર્યું છે. આ ઘમંડી ગઠબંધનનો ઈરાદો ભારતના વિચારો અને મૂલ્યોને નષ્ટ કરવાનો છે.

INDIAનું જોડાણ સનાતન પરંપરાને ખતમ કરવા માંગે છે

તેમણે કહ્યું કે આ ‘અહંકારી જોડાણ’ સનાતન કર્મકાંડો અને પરંપરાઓને સમાપ્ત કરવાના સંકલ્પ સાથે આવ્યા છે. જે સનાતનમાં ગાંધીજી આજીવન માનતા હતા, તે સનાતન જેણે તેમને અસ્પૃશ્યતા સામે આંદોલન ચલાવવાની પ્રેરણા આપી હતી. આ ઘમંડી ગઠબંધનના લોકો એ શાશ્વત પરંપરાનો અંત લાવવા માંગે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article