Tesla: એલોન મસ્કએ PM મોદીને કર્યા ફોલો, લોકો પૂછવા લાગ્યા- શું Tesla ભારત આવશે?

એલોન મસ્ક તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સ તેને ભારતમાં ટેસ્લાની એન્ટ્રી સાથે લિંક કરીને જોઈ રહ્યા છે.

Tesla: એલોન મસ્કએ PM મોદીને કર્યા ફોલો, લોકો પૂછવા લાગ્યા- શું Tesla ભારત આવશે?
Image Credit source: Google
| Edited By: | Updated on: Apr 10, 2023 | 6:35 PM

એલોન મસ્ક હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. ઇલોન મસ્કના એકાઉન્ટ પર નજર રાખતા વેરિફાઇડ Elon Alerts ટ્વિટર એકાઉન્ટે આ અંગે માહિતી આપી છે.

આ પણ વાચો: નીતિન ગડકરીની સીધી વાત : ટેસ્લાને ભારતમાં ભાવભર્યો આવકાર પણ કારનું નિર્માણ અહીં કરવું પડશે

તમને જણાવી દઈએ કે ટ્વિટર પર પીએમ મોદીને 87.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. હવે આ યાદીમાં એલોન મસ્કનું નામ પણ સામેલ થઈ ગયું છે. જ્યારે ટેસ્લા અને ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક માત્ર 195 લોકોને ફોલો કરે છે.

 

જ્યારથી એલોન મસ્કએ ભારતના વડા પ્રધાનને ફોલો કર્યા છે, ત્યારથી વપરાશકર્તાઓ નવી અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે મસ્ક ટૂંક સમયમાં ટેસ્લા કાર ભારતમાં લાવી શકે છે. આથી તેમણે પીએમ મોદીને ફોલો કર્યા છે. જોકે આ અંગે સત્તાવાર માહિતી મળી નથી.

 

 

 

આ સાથે સોશિયલ મીડિયા પર કેટલીક ફની ટ્વીટ પણ કરવામાં આવ્યા

 

 

ઇલોન મસ્ક પાસે સૌથી વધુ ફોલોઅર્સ

તાજેતરમાં, બરાક ઓબામાને પાછળ છોડીને એલોન મસ્ક ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ બની ગયા છે. હાલમાં 134.3 મિલિયન યુઝર્સ તેમને ફોલો કરે છે. જ્યારે બરાક ઓબામાના 133.04 મિલિયન ફોલોઅર્સ છે.

એલોન મસ્કે ટ્વિટરમાં ઘણા ફેરફારો કર્યા

તમને જણાવી દઈએ કે એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું. ત્યારથી, કંપની અને પ્લેટફોર્મમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં કંપનીના જૂના CEO પરાગ અગ્રવાલને હટાવવાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય થોડા દિવસો પહેલા મસ્કે ટ્વિટરનો લોગો બદલીને શ્વાનને લગાવ્યો હતો. જોકે, બ્લુ બર્ડે માત્ર 4 દિવસમાં પુનરાગમન કર્યું હતું. હવે ટ્વિટરનો લોગો પહેલા જેવો જ છે.

 

                                  દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

                                              દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…