IGNOUએ શરુ કર્યો ડ્રોઈંગ અને પેઈન્ટિંગમાં MA કોર્સ, જાણો કોણ કરી શકે છે એપ્લાય?

|

Jul 07, 2021 | 11:30 PM

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની (IGNOU) સ્કૂલ ઑફ પરફોર્મિંગ એન્ડ વિઝુઅલ આર્ટ્સે માસ્ટર ઑફ આર્ટ્સ ઇન ડ્રોઇંગ એન્ટ પેઇન્ટિંગ અથવા એમડીપી કાર્યક્રમ શરુ કર્યો છે.

IGNOUએ શરુ કર્યો ડ્રોઈંગ અને પેઈન્ટિંગમાં MA કોર્સ, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
સાંકેતિક તસ્વીર

Follow us on

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)ની સ્કૂલ ઑફ પરફોર્મિંગ એન્ડ વિઝુઅલ આર્ટ્સે માસ્ટર ઑફ આર્ટ્સ ઈન ડ્રોઈંગ એન્ટ પેઈન્ટિંગ અથવા એમડીપી કાર્યક્રમ શરુ કર્યો છે.

 

જુલાઈથી શરુ થશે કોર્સ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ કોર્સ જુલાઈ 2021 સત્રથી શરુ થશે. IGNOUએ કહ્યું કે કાર્યક્રમનો ઉદેશ્ય સમજદાર વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરવાનો છે. જેમની પાસે પારંપરિક પ્રણાલીના માધ્યમથી લલિત કલાનું અધ્યયન કરવાની પહોંચ નથી. તેમાં કલાના તત્વો અને સિધ્ધાંતો કલા ઈતિહાસ, કલા શિક્ષણ, સૌંદર્યશાસ્ત્ર સિધ્ધાંતો અને અનુસંધાન વિધિઓ જેવા મુખ્યો ઘટકોને સામેલ કરવામાં આવ્યા છે. વિશ્વવિદ્યાલય અનુસાર નિયોજિત, સ્વ-નિયોજિત, ફ્રીલાન્સર, ડિઝાઈનર, ચિત્રકાર સ્કૂલ અને કોલેજના શિક્ષક, ઈચ્છુક લોકો આ કાર્યક્રમનો લાભ ઉઠાવી શકે છે.

 

જાણો કેવી રીતે ચૂકવવાની રહેશે ફી? 

ડ્રોઈંગ અને પેઈન્ટિંગ, લલિત કલા દ્રશ્ય કલા અથવા એનીમેશન ડિઝાઈન, ફેશન પ્રાદ્યોગિકી, કપડા અથવા કોઈ સંબંધિત વિષયમાં સ્નાતક ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે આવેદન આપી શકે છે. વિશ્વ વિદ્યાલયે કહ્યું કે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હશે. જો કે વિદ્યાર્થીઓને હિંદીમાં પોતાના અસાઈનમેન્ટ અને પરીક્ષા પૂરી કરવાની પરવાનગી હશે. કાર્યક્રમની અવધિ બે વર્ષની છે. કાર્યક્રમની કુલ ફી 16,500 રુપિયા છે. જેને બે હપ્તામાં ચૂકવવાની રહેશે. જેને 8,250 રુપિયાના હિસાબથી ચૂકવવાના રહેશે. IGNOUની વેબસાઈટ ignouadmission.samarth.edu.in પર કોર્સની ડિટેલ્સ જોઈ શકો છો.

 

IGNOUએ ઉર્દૂમાં પણ શરુ કર્યો માસ્ટર કોર્સ 

IGNOUએ ડિસ્ટન્સ લર્નિંગ અંતર્ગત ઉર્દૂમાં માસ્ટર કોર્સ શરુ કર્યો છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટીએ ઉર્દૂમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ શરુ કર્યો છે. IGNOUના સ્કૂલ ઑફ હ્યુમિનિટીઝે ડિસ્ટન્સ લર્નિંગ અંતર્ગત આ શરુ કર્યુ છે. આ કોર્સની મદદથી અલગ-અલગ દેશમાં બોલનારી ભાષાઓને સમજવામાં મદદ મળશે. IGNOU તરફથી નોટિસ આપી આ કોર્સની જાણકારી આપવામાં આવી છે.

 

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ કોર્સ વિદ્યાર્થીઓને ઉર્દૂ ભાષા અને સાહિત્યની એક વિસ્તૃત શ્રેણીથી પરિચિત કરાવે છે. આ કોર્સથી વિદ્યાર્થીઓને ઉર્દુ સાહિત્ય, અરબીસાહિત્ય, ફારસી સાહિત્ય,અંગ્રેજી સાહિત્યની સારી સમજ વિકસિત કરવામાં મદદ મળશે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં SBI બેન્કમાં નોકરી કરવાની તક, સ્નાતક ઉમેદવારો માટે 6,100 જગ્યા ખાલી, જુઓ વિગતો

Next Article