EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની લગભગ 3 કલાક પૂછપરછ કરી, 25 જુલાઈએ ફરીથી ઓફિસ બોલાવવામાં આવ્યા

|

Jul 21, 2022 | 3:46 PM

સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ સવારે 12.20 વાગ્યાની આસપાસ શરૂ થયેલી અને બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી. આ પછી સોનિયા ગાંધી ED ઓફિસમાંથી નીકળી ગયા.

EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની લગભગ 3 કલાક પૂછપરછ કરી, 25 જુલાઈએ ફરીથી ઓફિસ બોલાવવામાં આવ્યા
Sonia Gandhi
Image Credit source: File Image

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આજે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ કરી હતી. સવારે 12.20 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ પૂછપરછ બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી. આ પછી સોનિયા ગાંધી ED ઓફિસમાંથી નીકળી ગયા. તપાસ એજન્સી ED દ્વારા કરવામાં આવેલી આ તપાસના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં એકઠા થયા હતા. કોંગ્રેસના સાંસદો પણ સંસદ ભવનથી બસ દ્વારા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોના પ્રદર્શનને જોતા પોલીસે પાર્ટી હેડક્વાર્ટરની બહાર બેરિકેડ લગાવી દીધા હતા.

સોનિયા ગાંધીની EDની પૂછપરછ સાથે સંકળાયેલા સમાચારોના અપડેટ્સ

1. સોનિયા ગાંધીની EDની પૂછપરછ પૂરી થઈ.

2. સોનિયા ગાંધીએ આ દરમિયાન EDને કહ્યું છે કે મોતીલાલ વોરા એજેએલનું કામ જોતા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

3. દિલ્હીમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા પોલીસ દ્વારા વોટર કેનન છોડવામાં આવી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીની દવાઓને લઈ EDની ઓફિસમાં હાજર છે.

4. કોંગ્રેસ ગુરૂવારે દેશના વિવિધ ભાગોમાં પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ, અશોક ગેહલોત, અજય માકન સહિત ઘણા મોટા નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

5. સોનિયા ગાંધીના સમર્થનમાં સાંસદોએ પણ સંસદમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે EDનો દુરુપયોગ બંધ થવો જોઈએ.

6. સોનિયા ગાંધીના સમર્થનમાં ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુરમાં કાર્યકરોએ પણ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. આ સાથે રાજસ્થાનના જયપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

7. ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દિલ્હી સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ નેતા સચિન પાયલટની પોલીસે અટકાયત કરી લીધી છે. ગેહલોતે કહ્યું છે કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ધરણા રોકવામાં આવી રહ્યા છે. સાથે જ પાયલટે કહ્યું છે કે તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

8 જૂન બાદ 23 જૂને સમન્સ જાહેર કરવામાં આવ્યું

કોંગ્રેસ અધ્યક્ષને ED દ્વારા 8 જૂનના રોજ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે તેમને ફરીથી 23 જૂન માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ પાંચ દિવસ સુધી ચાલેલા કેટલાક સત્રોમાં 50 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. આ તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કોંગ્રેસ દ્વારા પ્રમોટેડ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓને લગતી છે.

Next Article