ચાવી ખોવાઈ ગઈ હોવાનું કહ્યું તો લોકર તોડી નાખ્યું, જાણો ગેહલોત સરકારના પ્રધાનના ઘરેથી EDને શું મળ્યું ?

મધ્યાહન ભોજન યોજનાના કૌભાંડ મામલે રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના ઘરે EDએ દરોડા પાડ્યા હતા. EDને આ કૌભાંડમાં મની લોન્ડરિંગની શંકા છે. જેના કારણે EDએ કબાટનું લોકર તોડીને તપાસ કરી હતી. આ ઉપરાંત મંત્રીના પુત્રોના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ચાવી ખોવાઈ ગઈ હોવાનું કહ્યું તો લોકર તોડી નાખ્યું, જાણો ગેહલોત સરકારના પ્રધાનના ઘરેથી EDને શું મળ્યું ?
Rajenra Yadav, Minister, Rajsthan Government
| Edited By: | Updated on: Sep 28, 2023 | 1:47 PM

રાજસ્થાનના મધ્યાહન ભોજન કૌભાંડમાં ફસાયેલા ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યાદવના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે લગભગ 15 કલાક સુધી મંત્રીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, તેમના પુત્રોના ફોન ED દ્વારા તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે, કોટપુતલીમાં મંત્રીના આવાસની ચાવી ન હોવાના કારણે, EDએ યાદવના ઘરના કબાટના લોકર તોડી નાખ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી

મની લોન્ડરિંગ કનેક્શનની શંકાને કારણે ED અધિકારીઓ હવે રાજેન્દ્ર યાદવના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. EDને શંકા છે કે રાજસ્થાનમાં ચાલી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં મની લોન્ડરિંગ થયું છે. આમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવનો હાથ હોઈ શકે છે.

રાજેન્દ્ર યાદવની રાજકીય કારકિર્દી

તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર યાદવ પાસે દિલ્હી, ગુરુગ્રામ અને ઉત્તરાખંડમાં પ્લોટ છે. રાજેન્દ્ર યાદવ કોટપુતલીથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. પ્રથમ વખત મંત્રી બન્યા છે. રાજેન્દ્ર યાદવ જયપુર ગ્રામીણથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગૃહ રાજ્યમંત્રી યાદવની જનતા ઉપર સારી પકડ છે.

રાજેન્દ્ર યાદવના ઘણા બિઝનેસ છે

યાદવ પરિવાર પાસે શિક્ષણ, ફૂડ સપ્લાય વગેરે સંબંધિત વ્યવસાયો છે. રાજેન્દ્ર યાદવની કોટપુતલીમાં રાજસ્થાન ફ્લેક્સિબલ પેકેજિંગ ફેક્ટરી નામની કંપની પણ છે. કંપનીનું સંચાલન યાદવના પુત્ર મધુર યાદવ દ્વારા કરવામાં આવે છે. જ્યારે, રાજેન્દ્ર યાદવના ગુરુગ્રામ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ફૂડ પેકેજિંગ પ્લાન્ટ છે. જે તેમના પિતાના સમયથી છે.

કોંગ્રેસ દ્વારા ઈડીના દરોડાની ઘટનાનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસનું કહેવું છે કે બદલાની ભાવનાથી તેમના મંત્રી વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:30 am, Thu, 28 September 23