મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી ઓમર અબ્દુલ્લાની પૂછપરછ, કેન્દ્રીય એજન્સીના દુરપયોગનો કરાયો આક્ષેપ

|

Apr 08, 2022 | 8:26 AM

નેશનલ કોન્ફરન્સે (National Conference) કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ મામલો 2010માં મુંબઈના બાંદ્રા કુર્લામાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની ઈમારતની ખરીદી સાથે જોડાયેલો છે

મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી ઓમર અબ્દુલ્લાની પૂછપરછ, કેન્દ્રીય એજન્સીના દુરપયોગનો કરાયો આક્ષેપ
Omar Abdullah, former Chief Minister of Jammu and Kashmir

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમ્મુ અને કાશ્મીરના (Jammu-Kashmir) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ (NC) ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) પર સકંજો કસવાનુ ચાલુ રાખ્યું છે. ગુરુવારે EDએ જમ્મુ-કાશ્મીર બેંક સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઓમર અબ્દુલ્લાની પૂછપરછ કરી હતી. દિલ્હીમાં ED હેડક્વાર્ટરની બહાર પત્રકારો સાથે વાત કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમને 12 વર્ષ જૂના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે જો તેમને (ED) ને મારી જરૂર પડશે તો તેઓ આગળ જઈને તેમની મદદ કરશે. જો કે, નેશનલ કોન્ફરન્સે EDના પગલાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરુદ્ધ “દુર્ભાવનાપૂર્ણ અપમાન” તરીકે ગણાવ્યું.

નેશનલ કોન્ફરન્સે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ મામલો 2010માં મુંબઈના બાંદ્રા કુર્લામાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની ઈમારતની ખરીદી સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે અહીં 180 કરોડ રૂપિયાથી વધુના ભાવે જમીન ખરીદવામાં આવી હતી. 2019 માં, જમ્મુ અને કાશ્મીરના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આ કેસના સંબંધમાં બેંક અને તેના પદાધિકારીઓ વિરુદ્ધ ઘણી FIR નોંધી હતી. આ મામલાથી વાકેફ લોકોએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન અબ્દુલ્લાએ કહ્યું કે મુખ્યપ્રધાન તરીકે બિલ્ડિંગની ખરીદીમાં તેમની કોઈ ભૂમિકા નથી. બેંક ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દેખરેખ હેઠળ હતી.

પીએમએલએ હેઠળ તપાસ ચાલી રહી છે

અગાઉ, માર્ચમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બેંકના ભૂતપૂર્વ અધ્યક્ષ મુશ્તાક અહેમદ શેખ અને અન્યો સામે લોન અને રોકાણો મંજૂર કરવામાં કથિત અનિયમિતતા બદલ કેસ કર્યો હતો. સીબીઆઈ એફઆઈઆરની નોંધ લેતા ઈડીએ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA)ની તપાસ શરૂ કરી હતી. મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લા ગુરુવારે સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઓમર અબ્દુલ્લાએ ED ઓફિસમાં લગભગ ચાર કલાક વિતાવ્યા હતા અને અહીં અધિકારીઓએ તેમની આ બાબતે પૂછપરછ કરી હતી.

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો
'ગૌરી મેમ'ના પ્રેમમાં પડ્યો 'ગબ્બર' શિખર ધવન, જુઓ ફોટો
જો તમે તરબૂચના બીજ ખાઓ છો તો શું થશે?
IPL 2025 : ટેટૂ પ્રેમી છે મુંબઈ ઈન્ડિયન્સનો આ ક્રિકેટર, જુઓ ફોટો
ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
લોકો કેમ ઘરની બહાર કે બાલ્કનીમાં કાળી પોલીથીન લટકાવી રહ્યા છે?

ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?

ED ઓફિસમાંથી બહાર આવતા, ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ‘તેમણે મને લગભગ 12 વર્ષ જૂના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. મેં મારાથી બને તેટલા તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. જો તેમને મારી વધુ જરૂર પડશે તો હું તેમને વધુ મદદ કરીશ. તેમણે મારા પર કોઈ આરોપ લગાવ્યો નથી.

અગાઉ, નેશનલ કોન્ફરન્સે કહ્યું હતું કે અબ્દુલ્લાને ED અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે તપાસના સંબંધમાં તેની હાજરી જરૂરી હતી. “રમઝાનનો પવિત્ર મહિનો અને દિલ્હીમાં તેમના ઠેકાણુ ના હોવા છતાં, અબ્દુલ્લાએ સ્થળ બદલવાની માંગ કરી ન હતી અને નોટિસ મુજબ હાજર થયા હતા,”

આ પણ વાંચોઃ

જમ્મુ-કાશ્મીર: આતંકી બાસિત અહેમદ દાર સહિત 11 સ્થળો પર NIAના દરોડા, મોબાઈલ સિમ કાર્ડ સહિત અનેક દસ્તાવેજો મળ્યા

આ પણ વાંચોઃ

ભારત-યુએસ 11 એપ્રિલે 2+2 મંત્રણા કરશે, રાજનાથ સિંહ અને એસ જયશંકર ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે: વિદેશ મંત્રાલય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-