ચૂંટણી પંચ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ડિજિટલ મતદાર ઓળખકાર્ડ લોંચ કરશે, 1.46 કરોડ વોટરને ભેટ

|

Dec 27, 2020 | 6:03 PM

રાષ્ટ્રીય ચુંટણી પંચે ચુંટણી ઓળખ પત્રને વધુ સુરક્ષિત રાખવા માટે અને સર્વગ્રાહી બનાવવા સાથે  હાઈટેક ફોર્મેટ બનાવવા જઇ રહી છે.  જેમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ દેશના 1.46 કરોડ વૉટરને આઇ કાર્ડની ભેટ આપવા જઇ રહ્યું છે.તેની માટે કેન્દ્રીય ચુંટણી આયોગ તૈયારી કરી રહ્યા છે. આ ઇલેક્ટર્સ ફોટો આઇડી કાર્ડ            […]

ચૂંટણી પંચ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ડિજિટલ મતદાર ઓળખકાર્ડ લોંચ કરશે, 1.46 કરોડ વોટરને ભેટ

Follow us on

રાષ્ટ્રીય ચુંટણી પંચે ચુંટણી ઓળખ પત્રને વધુ સુરક્ષિત રાખવા માટે અને સર્વગ્રાહી બનાવવા સાથે  હાઈટેક ફોર્મેટ બનાવવા જઇ રહી છે.  જેમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ દેશના 1.46 કરોડ વૉટરને આઇ કાર્ડની ભેટ આપવા જઇ રહ્યું છે.તેની માટે કેન્દ્રીય ચુંટણી આયોગ તૈયારી કરી રહ્યા છે. આ ઇલેક્ટર્સ ફોટો આઇડી કાર્ડ                        ( ઇપીઆઇસી) નામ આપ્યું છે, જો બધુ  બરાબર રહ્યું તો આગામી પાંચ રાજ્યોની  વિધાનસભા ચુંટણી પૂર્વે આ સુવિધા મળી શકશે.

ડિજિટલ  વોટર આઇ કાર્ડ માં બે કયૃ આર  કોડ હશે જેમાં એક મતદારનો ફોટો અને કુટુંબ સબંધી જાણકારી હશે. જ્યારે તેમાં ડાયનેમીક ડેટા હશે. તેમાં તેમના વિસ્તારની ચુંટણી અને મતદાનની તારીખો વગેરે અપડેટ થશે.  આનો લક્ષ્ય વોટર સ્લીપનો વિકલ્પ ઊભો કરાવવાનો છે. પરતું આયોગ વોટર સ્લીપ પણ ચાલુ રાખશે. સુરક્ષા માપદંડો પર સલામત આ વોટર આઇડી કાર્ડ તમામ  મતદારોને મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મતદાર ઓળખ કાર્ડને મતદારો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ભારે મહેનત માંગે તેવી છે.  તેવા સમયે આયોગે ઝડપથી ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ થાય તેની પરિકલ્પના કરી છે. આને સરકાર દ્વારા ડિજિટલ દસ્તાવેજ સુરક્ષિત રાખનારા ડીજીલોકરમા અન્ય  દસ્તાવેજ સાથે સ્ટોર કરવામાં આવી શકે છે.

આયોગના સૂત્રોના  જણાવ્યા અનુસાર મળેલી જાણકારી મુજબ આ મતદાતા વોટર આઇ કાર્ડ બનાવવા માટે તેની પૃષ્ટી થયા બાદ તરત જ  ઇપીઆઇસીને ડાઉનલોડ કરી ડીજીલોકરમાં સુરક્ષિત કરી શકાય છે. જેના લીધે મતદાતાને કાર્ડ  માટે  લાંબો સમય રાહ જોવાની અને  પૃષ્ટી બાદ ની લાંબી પક્રિયામાંથી મુકિત મળશે, હાલમાં ચુંટણી આયોગ આ સુવિધાને મરજિયાત પણ લાગુ કરશે.  એટલે કે મતદાર ઇચ્છશે તો મતદાર ઓળખ પત્ર હાંસલ કરી શકશે.

Next Article