દિલ્હી-NCRમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે આ વખતે ભૂકંપની તીવ્રતા ઓછી હતી. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. આ ભૂકંપ 1.30 વાગ્યે આવ્યો હતો.દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે, આજે બપોરે લગભગ 1:45 વાગ્યે નેપાળના બાજુરામાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 કિમી દૂર જમીનથી 10 કિમીની અંદર હતું.
Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO
— National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા એવા સમયે આવ્યા જ્યારે આ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે. તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કી-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, ન માત્ર કચ્છ પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના ઝટકા જોવા મળી રહ્યા છે
આટલી વખત ધ્રૂજી ગુજરાતની ધરા !