નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ, રિકટર સ્કેલ પર નોંધાઈ 4.7 અને 5.3ની તીવ્રતા

|

Dec 28, 2022 | 7:36 AM

નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પાસેથી મળેલી માહિતી અનુસાર, નેપાળના બાગલુંગ જિલ્લામા મધ્યરાત્રીના 01:23 વાગે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ, રિકટર સ્કેલ પર નોંધાઈ 4.7 અને 5.3ની તીવ્રતા
Earthquake in Nepal-Uttarakhand
Image Credit source: Social Media

Follow us on

નેપાળ અને ઉત્તરાખંડમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, ભૂકંપના આ આંચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન પહોચ્યું હોવાના કોઈ અહેવાલ નથી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રીના 1 અને 2 વાગ્યાની વચ્ચે નેપાળના બાગલુંગમાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (NEMRC) અનુસાર, બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પાસેથી મળેલી માહિતી અનુસાર, બાગલુંગ જિલ્લાના અધિકારી ચૌરા પાસે 01:23 (સ્થાનિક સમય) પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય ભારતના ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મધ્યરાત્રીના 2:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આનાથી કોઈ નુકસાનના અહેવાલ નથી.

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપ

અત્રે ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના આ આંચકાને લઈને કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન પહોચ્યું હોવાના અહેવાલ નથી.

અગાઉ મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં આવ્યો હતો ભૂકંપ

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનાની 9 અને 10મી તારીખે મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દસમી ડિસેમ્બરે 33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ઘરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં સવારે 11.28 વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. મણિપુરના ચંદેલમાં અનુભવાયેલા ભૂકંપનુ કેન્દ્રબિંદુ જમીનથી 93 કિમીની ઊંડાઈએ હતું. આની બે મિનિટ બાદ એટલે કે 11.30 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં પણ ધરતી ધ્રૂજી હતી. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી. આ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી પાંચ કિલોમીટરની ઉંડાઈએ હતું.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂકંપનો આચંકો

આ પછી મહારાષ્ટ્રના નાંદેડમાં પણ દસમી ડિસેમ્બરે મધ્યરાત્રીના 12.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું. ત્રણેય રાજ્યોમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નહોતા.

Next Article