વિદેશ મંત્રી એસ જયશંકરે(External Affairs Minister S Jaishankar) બુધવારે રાત્રે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન (Antony Blinken) સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેન સંકટ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓની આ વાતચીત રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ(Sergei Lavrov)ની ભારત મુલાકાતના એક દિવસ પહેલા થઈ હતી. વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટ કર્યું કે વિદેશ મંત્રી બ્લિંકન સાથે ફળદાયી ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઈન્ડો-પેસિફિક, યુક્રેન અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિંકને આજે ભારતીય વિદેશ સચિવ એસ જયશંકર સાથે યુક્રેનમાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિ સહિત પ્રાદેશિક પ્રાથમિકતાઓની સમીક્ષા કરવા માટે વાત કરી હતી. યુક્રેન સંકટ પર ભારત અને અમેરિકા સતત સંપર્કમાં છે. ગયા મહિને પણ, બ્લિંકને જયશંકર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવા માટે મજબૂત સામૂહિક પ્રતિભાવના મહત્વ પર ભાર મૂક્યો હતો. દરમિયાન, યુએસના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ બુધવારે બે દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા અને થોડા કલાકો પછી તેમણે વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે વાતચીત કરી હતી.
Had a useful conversation with US Secretary of State Antony Blinken. Reviewed the progress of our bilateral cooperation. Discussed developments pertaining to the Indo-Pacific, Ukraine and the global economy: External Affairs Minister Dr S Jaishankar
(File Pics) pic.twitter.com/k05f5y52Ru
— ANI (@ANI) March 30, 2022
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ 31 માર્ચથી બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવી રહ્યા છે. રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ શરૂ કરાયેલી સૈન્ય કાર્યવાહી બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. એવું માનવામાં આવે છે કે લવરોવની મુલાકાત દરમિયાન, ભારત રશિયા સાથે તેલ અને દ્વિપક્ષીય વેપાર માટે ચુકવણી પ્રણાલી પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમના સાધનો અને સૈન્ય હથિયારોની સમયસર સપ્લાઈ પર પણ ભાર આપી શકે છે. ભારતે અત્યાર સુધી યુક્રેન પરના આક્રમણ માટે રશિયાની ટીકા કરી નથી અને રશિયન આક્રમણની નિંદા કરતા ઠરાવ પર યુએન ફોરમમાં મતદાન કરવાનું ટાળ્યું છે. આ સાથે યુક્રેનમાં માનવીય સંકટને લઈને રશિયા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ભારત ગેરહાજર રહ્યું હતું. આ સંઘર્ષ પર ભારતનું તટસ્થ વલણ દર્શાવે છે.
આ પણ વાંચો-31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે