Corona Duty: મહિલા કોન્સ્ટેબલને ન મળી રજા, પોલીસ સ્ટેશનમાં થઇ પીઠીની વિધિ

રાજસ્થાનની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના લગ્નની પીઠી વિધિ માટે ચર્ચામાં છે. ડુંગરપુર કોટવાલી ખાતે તૈનાત આશા નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં હલ્દીની પીઠી વિધિ કરી હતી.

Corona Duty: મહિલા કોન્સ્ટેબલને ન મળી રજા, પોલીસ સ્ટેશનમાં થઇ પીઠીની વિધિ
પોલીસ સ્ટેશનમાં પીઠી
| Updated on: Apr 24, 2021 | 10:17 AM

રાજસ્થાનમાં કોરોના વાયરસના કારણે પ્રતિબંધો લાગુ છે. રાજસ્થાનની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના લગ્નની પીઠી વિધિ માટે ચર્ચામાં છે. ખરેખર ડુંગરપુર કોટવાલી ખાતે તૈનાત આશા નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં હલ્દીની પીઠી વિધિ કરી હતી. રાજ્યમાં ઘણી જગ્યાએ તાળાબંધી હોવાને કારણે આશાની પીઠીની વિધિ પોલીસ સ્ટેશન પરિસરમાં થઈ હતી અને તેના માટે તેને રજા પણ મળી ન હતી.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશા લગ્નના બંધનમાં બંધાઈ રહી છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોને કારણે તેને પીઠીની વિધિ માટે રજા મળી નહીં. આ જ કારણ છે કે પોલીસ સ્ટેશનમાં જ પીઠીની વિધિ કરવામાં આવી હતી. અહીંના પોલીસ સ્ટેશનમાં અન્ય મહિલા કોન્સ્ટેબલોએ કન્યા આશાને હળદર લગાવી હતી અને મંગલ ગીત ગાઇને ધાર્મિક વિધિ સારી રીતે પૂર્ણ કરી હતી.

આશા કહે છે કે તેના લગ્ન ગયા વર્ષે મે મહિનામાં થવાના હતા, પરંતુ દેશવ્યાપી લોકડાઉન અને કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ વખતે તેઓ 30 એપ્રિલે લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે લોકડાઉનને કારણે તે હજી ફરજ પર છે અને આ જ કારણ છે કે જ્યારે તેને પીઠીની વિધિ માટે રજા આપવામાં આવી ન હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશનની મહિલા સ્ટાફે પરિવારની ભૂમિકા ભજવી હતી અને લગ્નનું ગીત ગાઈને આશાને હળદર લગાવી હતી. આ તસવીરોમાં જોઇ શકાય છે કે મહિલા સ્ટાફની બહેનો કેવી રીતે આશાને હળદર લગાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આશાને લગ્ન માટે રજા આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે