Draupadi Murmu 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, 21 તોપોની સલામી અપાશે

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. મુર્મુ પ્રથમ આદિવાસી મહિલા છે જેઓ સોમવારે સવારે 10.15 વાગ્યે દેશના સર્વોચ્ચ પદ માટે શપથ લેશે.

Draupadi Murmu 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, 21 તોપોની સલામી અપાશે
Draupadi Murmu
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 24, 2022 | 5:01 PM

Droupadi Murmu : નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. મુર્મૂ પ્રથમ આદિવાસી મહિલા છે જે દેશના સૌથી ઉચ્ચ પદ માટે સોમવાર સવારે 10.15 વાગ્યે દેશના સર્વોચ્ચ પદ માટે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના સંસદ ભવન સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ, પ્રધાનમંત્રી, ભારતના મુખ્ય ન્યાયધીશ, લોકસભા અધ્યક્ષ કેન્દ્ર સરકારના મંત્રી અને સૈન્ય અધિકારીઓ હાજર રહેવાની આશા છે. સંવિધાનની કલમ 60 હેઠળ નવા ચૂંટાયાયેલા રાષ્ટ્રપતિને દેશના મુખ્ય ન્યાયધીશ શપથ લેવડાવે છે. ત્યારબાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે.

મુર્મૂ ભારતના 15માં રાષ્ટ્રપતિ હશે

અભિભાષણ બાદ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે. જ્યાં ઈન્ટર સર્વિસ ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવશે. 21 જુલાઈના તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી અને ઉચ્ચ પદ પર પહોંચનારી બીજી અને આદિવાસી સમુદાયની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે, તેમણે 64 ટકા મત મળ્યા હતા. ધારાસભ્યો અને સાંસદોએ 19 જુલાઈના રોજ મતદાન કર્યું હતું, મુર્મૂ ભારતના 15માં રાષ્ટ્રપતિ હશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડની પ્રથમ મહિલા ગવર્નર પણ રહી ચૂક્યા છે. જેમણે 2015થી 2021 સુધી આ પદ પર રહી હતી. મુર્મૂ આદિવાસી પરિવારમાંથી આવે છે.

રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રને સંબોધન કરશે

વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, કોવિંદનું દેશને સંબોધન ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનની તમામ ચેનલો પર પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ કર્યા પછી, દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પ્રસારિત કરવામાં આવશે.

નિવેદન અનુસાર, ઓલ ઈન્ડિયા રેડિયો તેના પ્રાદેશિક નેટવર્ક પર પ્રાદેશિક ભાષાઓમાં રવિવારે રાત્રે 9:30 વાગ્યાથી સંબોધન પ્રસારિત કરશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. તેમના પછી આ પદ ભારે મતોથી જીતનાર દ્રૌપદી મુર્મૂ સંભાળશે. મુર્મૂને ગુરુવારે દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ સોમવારે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.