Droupadi Murmu Nomination : દ્રૌપદી મુર્મુ એ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી, PM MODI સહિત NDAના અનેક દિગ્ગજો હાજર રહ્યા

|

Jun 24, 2022 | 1:07 PM

Presidential Elections 2022 : દ્રૌપદી મુર્મુ ગઈકાલે તેના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓ પીએમ મોદી સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓને મળ્યા હતા. વિપક્ષ વતી તેમને પડકારવા માટે યશવંત સિન્હાની પસંદગી કરવામાં આવી છે.

Droupadi Murmu Nomination : દ્રૌપદી મુર્મુ એ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી, PM MODI સહિત NDAના અનેક દિગ્ગજો હાજર રહ્યા
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી

Follow us on

Droupadi Murmu Nomination : નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. અગાઉ, દ્રૌપદી મુર્મુ ગુરુવારે તેમના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. અને શુક્રવારે ઉમેદવારી નોંધાવતા પહેલા, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. આ સાથે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુના નોમિનેશનમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સંસદ ભવન પહોંચ્યા હતા.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?


64 વર્ષીય મુર્મુ જે ઝારખંડના રાજ્યપાલ હતા, શુક્રવારે વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. નામાંકન દરમિયાન, રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ ઓડિશાના સત્તાધારી બીજુ જનતા દળ (BJD)ના પ્રતિનિધિઓ તરીકે હાજર રહ્યા હતા. બીજેડીએ મુર્મુની ઉમેદવારીનું સમર્થન કર્યું છે.

અમિત શાહ ખાસ હાજર રહ્યા

 


અર્જુન મુંડાએ કહ્યું- આદિવાસી સમુદાય માટે ગર્વની વાત છે

કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા પણ નોમિનેશન માટે પહોંચી ગયા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશના લોકો માટે ખાસ કરીને આદિવાસી સમુદાય માટે આ ગૌરવની વાત છે.

 


ઉમેદવાર મુર્મુના નામાંકન પત્ર ભરવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં. જ્યારે પાર્ટી અધ્યક્ષ નડ્ડા સહિત પાર્ટીના અન્ય ટોચના નેતાઓ પણ પ્રસ્તાવકોમાં સામેલ થયા. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીના ઘરે તેઓ પ્રસ્તાવક અને સમર્થક તરીકે દસ્તાવેજો પર સહી કરી છે.

દ્રૌપદી મુર્મુ ઓડિશાના અતિ પછાત વિસ્તારની છે. તેણી સંથાલ આદિવાસી સમુદાયની છે. ખૂબ જ નાની ઉંમરે પતિ ગુમાવ્યા પછી, તેણે તેના બે પુત્રોના મૃત્યુનું દુઃખ પણ સહન કરવું પડ્યું. કાઉન્સિલરની ચૂંટણી જીત્યા બાદ તે ધારાસભ્ય બની હતી. ત્યારબાદ બીજુ જનતા દળ છોડીને ભાજપમાં જોડાયા. બાદમાં તેણે ઝારખંડના રાજ્યપાલ તરીકે કામ કર્યું.

Published On - 12:46 pm, Fri, 24 June 22

Next Article