પિનાકા રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીની ક્ષમતાને વધારતા ડીઆરડીઓએ શનિવારે (DRDO) તેના નવા સંસ્કરણ પિનાકા-ઇઆર (એક્સ્ટેન્ડેડ રેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પોખરણ રેન્જમાં આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ થયું હતું. DRDOએ તેને આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) અને પુણેની હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી (HEMRL) સાથે મળીને તૈયાર કર્યું છે.
આ ટેક્નોલોજીને ભારતીય ઉદ્યોગ ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. માહિતી અનુસાર ER પિનાકા છેલ્લા એક દાયકાથી સેનામાં સેવા આપી રહેલા પિનાકાનું સુધારેલું સંસ્કરણ છે. આ સિસ્ટમને નવી ટેક્નોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
તાજેતરમાં, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે તેની બાહુબલી ‘પિનાક’ રોકેટ સિસ્ટમને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત કરી છે. ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ના નામ પરથી આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
#WATCH | Extended Range Pinaka (Pinaka-ER) Multi Barrel Rocket Launcher System successfully tested at Pokhran Range. The system is designed by DRDO Laboratory ARDE along with HEMRL, Pune, the technology has been transferred to the Indian industry.
(Source: DRDO) pic.twitter.com/DPXoaB7xpi
— ANI (@ANI) December 11, 2021
ઓગસ્ટ 2020 માં, સંરક્ષણ મંત્રાલયે સેના માટે પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરના ઉત્પાદન માટે 2,580 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ માટે લાર્સન એન્ડ ટ્રુબો અને ટાટા એરોસ્પેસ એન્ડ ડિફેન્સને કોન્ટ્રાક્ટ મળ્યો છે. સરકારી કંપની BEMLને રોકેટ લોન્ચર માટે ટ્રક સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. DRDO એ સંપૂર્ણ સ્વદેશી પિનાકાની ટેક્નોલોજી દેશના ખાનગી ક્ષેત્રને સફળતાપૂર્વક ટ્રાન્સફર કરી છે. L&Tને પિનાક સાથે જોડાયેલ 6 નવી રેજિમેન્ટમાંથી 4 માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે, જ્યારે ટાટા એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બાકીની 2 કરશે.
જૂનમાં, પિનાકા રોકેટના અદ્યતન સંસ્કરણનું ઓડિશા કિનારે ચાંદીપુર રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી રોકેટનું 24-25 જૂનના રોજ મલ્ટિ-બેરલ રોકેટ લોન્ચરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અદ્યતન સંસ્કરણો સાથે 25 પિનાકા રોકેટ ઝડપથી લક્ષ્ય પર છોડવામાં આવ્યા હતા. આ તમામ રોકેટ અલગ-અલગ રેન્જમાંથી છોડવામાં આવ્યા હતા.
પ્રક્ષેપણ દરમિયાન મિશનના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા. તમને જણાવી દઈએ કે, આ પહેલા આ રોકેટની રેન્જ 37 કિલોમીટર હતી. પિનાકા રોકેટમાં હાઈ એક્સપ્લોઝિવ ફ્રેગમેન્ટેશન (HMX), ક્લસ્ટર બોમ્બ, એન્ટી પર્સનલ, એન્ટી ટેન્ક અને લેન્ડમાઈન ફીટ કરી શકાય છે. આ રોકેટ 100 કિલોગ્રામ સુધીના શસ્ત્રો ઉપાડવામાં સક્ષમ હતું.
આ પણ વાંચો: વોટ્સએપ સ્કેમ એલર્ટ! આ ફીચરનો સાવધાનીથી કરો ઉપયોગ, નહીંતર તમારે મોટું નુકસાન સહન કરવું પડશે
આ પણ વાંચો: Forex Reserves : સતત બીજા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો,ગોલ્ડ રિઝર્વની શું છે સ્થિતિ ?