MIની માહિતી અનુસાર, ‘વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ’ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે અને તેની સ્ટ્રાઈક રેન્જ 40 કિમી છે.
દુશ્મનનો નાશ કરવામાં સક્ષમ
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 360 ડિગ્રીના ટાર્ગેટ સાથે કોઈપણ દિશામાંથી આવતા ડ્રોન, મિસાઈલ અથવા ફાઈટર જેટને તોડી શકે છે. તેનાથી માત્ર ભારતીય નૌકાદળ જ નહીં પરંતુ વાયુસેના પણ મજબૂત થશે. અગાઉ DRDOએ રડાર વોર્નિંગ રીસીવર (RWR) અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ (MAWS) વિકસાવી હતી જે ભારતીય વાયુસેનાને આપવામાં આવશે.
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સફળતા
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વધુ એક મોટી સફળતા મળી છે, ત્યારે DRDOએ કહ્યું કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ રડાર વોર્નિંગ રીસીવર (RWR) અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ (MAWS) તૈયાર કરી છે, જેનો ઉપયોગ C295 પ્રોગ્રામ માટે BEL તરફથી એરબસ, સ્પેને દ્વારા ખરીદવામાં આવશે અને પછી ભારતીય વાયુસેનાને પહોંચાડવામાં આવશે. આ અદ્ભુત કાર્ય માટે ટીમ DLRL ના પ્રયાસોને અભિનંદન.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી હતી કે અલ્ટ્રા વાયોલેટ આધારિત મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ (UVMAWS) એક નિષ્ક્રિય મિસાઈલ ચેતવણી પ્રણાલી છે જેનો ઉપયોગ તોળાઈ રહેલી મિસાઈલ હમલાઓને શોધવા અને જવાબી હુમલા શરૂ કરવા માટે પાઈલટ્સને ચેતવણી આપવા માટે થાય છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય
Published On - 7:38 pm, Tue, 7 December 21