New Delhi: દેશમાં આંતરિક મુસાફરી થઈ મોંધી, આજથી રાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટોના દરમાં 12.5% વધારો

|

Aug 13, 2021 | 3:01 PM

જેટ ફ્યુલની વધતી કિંમતો વચ્ચે સરકારે આ વર્ષે ચોથી વખત સ્થાનિક વિમાનોના ભાડામાં વધારો કર્યો છે, જે લગભગ 40% જેટલો છે.

New Delhi: દેશમાં આંતરિક મુસાફરી થઈ મોંધી, આજથી રાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટોના દરમાં 12.5%  વધારો
જેટ ફ્યુલની વધતી કિંમતો વચ્ચે સરકારે આ વર્ષે ચોથી વખત સ્થાનિક વિમાનોના ભાડામાં વધારો કર્યો છે, જે લગભગ 40% જેટલો છે.

Follow us on

દેશની અંદર હવાઈ મુસાફરી માટે આજથી (શુક્રવાર, 13 ઓગસ્ટ) વધુ ખર્ચ થશે કારણ કે ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે રાત્રે એરલાઇન્સ(airlines) દ્વારા વસૂલવામાં આવતા સ્થાનિક વિમાનોના ભાડામા લઘુત્તમ અને મહત્તમ 12.5% વધારો કર્યો છે.કેન્દ્રએ એરલાઇન્સ(airlines)ને પૂર્વ-કોવિડ સ્તરની 72.5% સુધી ક્ષમતામા વધારો કરી 7.5% વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ(domestic flights) ચલાવવાની પણ મંજૂરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 5 જુલાઇથી એરલાઇન્સ તેમની પૂર્વ-કોવિડ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (domestic flights) ક્ષમતાના 65% પર કાર્યરત છે, 1 જૂનથી 5 જુલાઇ વચ્ચે,એરલાઇન્સને પૂર્વ-કોવિડ ક્ષમતાના 50% પર સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.નવીનતમ વધારા સાથે, દિલ્હી-મુંબઈ રૂટ પર એક-માર્ગીય લઘુતમ ભાડું રૂ. 4,700 થી વધીને 5,287 અને મહત્તમ રૂ. 13,000 થી વધીને રૂ.14,625 ટેક્સ સિવાય હશે.

જેટ ફ્યુલની વધતી કિંમતો વચ્ચે સરકારે આ વર્ષે ચોથી વખત સ્થાનિક વિમાનોના ભાડામાં વધારો કર્યો છે, જે લગભગ 40% જેટલો છે.કોવિડ પરિસ્થિતિને કારણે, એરલાઇન્સ કંપની સરકાર તરફથી કોઇ આર્થિક સહાયતા ન મળતા ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.નોંધનીય છે કે ઉપરોક્ત ભાડાની શ્રેણીમાં સ્થાનિક મુસાફરી અને જીએસટી માટે લાગુ રૂ. 150 ની પેસેન્જર સુરક્ષા ફીનો સમાવેશ થતો નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

25 મે, 2020 ના રોજ, જ્યારે સરકારે એરલાઇન્સને બે મહિનાના લાંબા વિરામ બાદ સુનિશ્ચિત સ્થાનિક ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપી,પૂર્વ-કોવિડ ક્ષમતાના એક તૃતીયાંશ અને નિશ્ચિત ભાડા સાથે મુસાફરોને વધારે કિંમત ચૂકવવાની ફરજ પાડવામાં ન આવે એ રીતે એરલાઇન્સને શરૂ કરવા કહ્યું હતું. ઉડાનના સમયના આધારે ભાડાની રેન્જ નક્કી કરવામાં આવી હતી. તે સમયે 40 મિનિટથી નીચે અને 3-3.5 કલાક સુધી હવાઈ મુસાફરી માટાની ફ્લાઇટ્સની સાત કેટેગરી નક્કી કરવામાં આવી હતી.

Published On - 12:33 pm, Fri, 13 August 21

Next Article