હવે કોઈ ડોકટરો દર્દીઓને મોંઘી દવાઓ લખી નહીં શકે, સરકાર જાહેર કરવા જઈ રહી છે સૂચના

|

Jun 02, 2023 | 2:48 PM

ડોકટરો ક્યારેક દર્દીઓને મોંઘી દવાઓ લખી આપે છે. તેને ખરીદવી દરેક વર્ગની વ્યક્તિ દર્દીની ક્ષમતામાં નથી. આવી સ્થિતિમાં તેમના માટે સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. જેને જોતા સરકારે મોંઘી દવાઓ લખવાની ડોકટરોને ના પાડી દીધી છે.

હવે કોઈ ડોકટરો દર્દીઓને મોંઘી દવાઓ લખી નહીં શકે, સરકાર જાહેર કરવા જઈ રહી છે સૂચના
Doctor's Prescription, (Symbolic Image)

Follow us on

હવેથી ડોકટરો તેમના દર્દીઓને મોંઘી દવા લખી શકશે નહીં. દર્દીઓને મોંઘી દવાઓ લખતા ડોકટરો (Doctors) ઉપર તવાઈ આવશે. કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે ડોક્ટરોને કડક ચેતવણી આપી છે કે દર્દીઓને બહારથી મોંઘી દવાઓ (expensive medicine) લખી ન આપે. દવાઓમાંથી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન (prescription) પર ફક્ત જેનેરિક દવાઓ (Generic medicine) લખવી જોઈએ. જો કોઈ તબીબ સરકારની સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો ક્યારેક દર્દીઓને મોંઘી દવાઓ લખી આપે છે. તેને ખરીદવી દરેક વર્ગના દર્દીની ક્ષમતા નથી હોતી. આવી સ્થિતિમાં તેમના માટે સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. જેને જોતા સરકારે મોંઘી દવાઓ લખવાની ના પાડી દીધી છે.

આદેશનું પાલન ન કરનાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, સરકારે ડોક્ટરોને માત્ર બહારથી જેનરિક દવાઓ લખવાની છૂટ આપી છે. કોઈ પણ ડૉક્ટર બહારથી દર્દીને મોંઘી દવા લખી શકતા નથી. જો કોઈ તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તબીબો કમિશન ખાતર દર્દીના સ્વાસ્થ્ય સાથે રમી શકતા નથી.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

જો કે, આ જેનરિક દવા લખવાનો એક હેતુ એ છે કે, સરકાર દેશમાં સસ્તી જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. જેનરિક દવાઓ દરેક જગ્યાએ સસ્તા ભાવે ઉપલબ્ધ હોવી જોઈએ. જેથી કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સસ્તી સારવાર કરાવી શકે.

જન ઔષધિ કેન્દ્રમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ છે

નોંધનીય છે કે, જેનરિક દવાઓ માટે દેશના લગભગ તમામ રાજ્યો અને શહેરોમાં જન ઔષધિ કેન્દ્રો છે. જ્યાં લોકોને સરળતાથી સસ્તા ભાવે જીવનરક્ષક દવાઓ મળી રહે છે. આવી સ્થિતિમાં દરેક દર્દી સસ્તી દવા દ્વારા પોતાની સારવાર કરાવી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:47 pm, Fri, 2 June 23

Next Article