
જો તમે ક્યારેય રાજકીય રેલીમાં (Political rally) ગયા હોવ તો તમે નોંધ્યું હશે કે તમે નેતાના કાફલાની નજીક પહોંચતા જ તમારા સ્માર્ટફોનનું ( Smartphone ) સિગ્નલ ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો તેને ટેક્નિકલ ખામી સમજીને ભૂલી જાય છે. જો કે, તમે જાણવા માંગતા હોવ કે આવું કેમ થાય છે, તો તમારે આ સમાચાર ધ્યાનથી વાંચવા પડશે.
સ્માર્ટફોન સુરક્ષા માટે ખતરો બની શકે છે
સ્માર્ટફોનનો ઉપયોગ કોમ્યુનિકેશન (Communication) માટે કરવામાં આવે છે, પરંતુ તે સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે અને તેનો ઉપયોગ ખોટી રીતે પણ થાય છે. સુરક્ષા એજન્સીઓ (Security agency) ઇચ્છે છે કે કાફલામાં હાજર લોકો તેમના સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે, તેથી એક ખાસ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે.
તે ઉપકરણ જામર હોય છે
રાજકીય રેલીઓને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ ખાસ પ્રકારના વાહનનો ઉપયોગ કરે છે, જે SUV (Sports utility vehicle) છે. આ વાહનમાં સ્માર્ટફોન માટેના જામર (Jamar) ખાસ ગોઠવવામાં આવ્યા હોય છે. આ જામર કોઈપણ પ્રકારના ટેલિકોમ સિગ્નલોને (Telecom signals) જામ કરે છે. એકવાર કોઈપણ વ્યક્તિ આ સિગ્નલોની શ્રેણીમાં આવે છે, પછી તેનો સ્માર્ટફોન કામ કરવાનું બંધ કરી દે છે અને નેટવર્ક સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે અને તે વ્યક્તિ તેના સ્માર્ટફોન સાથે કોઈપણ પ્રકારનો સંદેશાવ્યવહાર કરવા માટે સક્ષમ નથી.
રાજકારણીઓ માટે વપરાય છે
સામાન્ય રીતે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે વિદેશથી આવેલ મહાનુભાવ જેવા મોટા નેતાઓના કાફલામાં આવા વાહનોનો ઉપયોગ થાય છે, જેમાં ટેલિકોમ સિગ્નલ (Telecom signals) જામર લગાવવામાં આવે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ જામર વાળા વાહનના કવરેજ ક્ષેત્રમાં આવે છે ત્યારે તે વ્યક્તિના તમામ પ્રકારના ફોનના સિગ્નલ જામ થઈ જાય છે અને જ્યારે કાફલો આગળ વધવાની સાથે જ જામર વાળુ વાહન ત્યાથી પસાર થાય છે, તો સિગ્નલ પાછા ફોન પર આવે છે. આ તકનીકનો ઉપયોગ સુરક્ષા હેતુઓ માટે થાય છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 2:45 pm, Tue, 14 December 21