શ્રધ્ધાળુઓ માટે આ વખતે દિવાળી બનશે ખાસ , 500 ડ્રોનની મદદથી અયોધ્યામાં થશે એરિયલ ડ્રોન શો,આકાશમાં દેખાશે શ્રી રામ !

|

Sep 23, 2021 | 12:56 PM

અયોધ્યામાં આ વર્ષે એરિયલ ડ્રોન શોની સાથે 3-ડી હોલોગ્રાફિક શો, 3-ડી પ્રોજેક્શન મેપિંગ અને લેસર શો (Laser Show) પણ હશે.એરિયલ ડ્રોન સહિત કુલ 35 મિનિટનો કાર્યક્રમ શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

શ્રધ્ધાળુઓ માટે આ વખતે દિવાળી બનશે ખાસ , 500 ડ્રોનની મદદથી અયોધ્યામાં થશે એરિયલ ડ્રોન શો,આકાશમાં દેખાશે શ્રી રામ !
Ayodhya Ram Temple (File Photo)

Follow us on

Uttar Pradesh : આ વખતે અયોધ્યામાં દિવાળી ખાસ રહેશે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે 3 નવેમ્બરના રોજ પ્રથમ વખત અયોધ્યામાં 500 ડ્રોનની મદદથી ‘એરિયલ ડ્રોન શો'( Aerial drone Show)ની યોજના બનાવી છે. આ માટે સરકારે ટેન્ડર પણ મંગાવ્યા છે. અયોધ્યામાં 10-12 મિનિટના શાનદાર એરિયલ શો દ્વારા ઇવેન્ટને ‘વધુ ભવ્ય’ બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે આ પ્રકારનો એરિયલ શો તાજતેરમાં ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળ્યો હતો. જેમાં ઇન્ટેલ (Intel) દ્વારા 1824 ડ્રોન દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

શ્રધ્ધાળુઓ માટે આ વખતે દિવાળી બનશે ખાસ

દર વર્ષ કરતા આ વખતની દિવાળી અયોધ્યાવાસીઓ માટે યાદગાર બની રહેશે.મળતી માહિતી મુજબ, યોગી સરકાર (Yogi Government)ઈચ્છી રહી છે કે, ડ્રોન દ્વારા ભવ્ય એરિયલ શો બતાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, “એજન્સી નવી ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે શો રજૂ કરે તેવી અપેક્ષા છે.” તે માટે જે તે એજન્સીએ પ્રી-એલઇડી ક્વાડકોપ્ટર અથવા મલ્ટિરોટર્સનો (Multirotors)ઉપયોગ કરશે, જે 400 મીટરની ઉંચાઇ સુધી 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉડવા માટે સક્ષમ હશે. ઉપરાંત, તેમના ઉતરાણ અને ટેક-ઓફ (Take Off) માટે આ વિસ્તારમાં બેરિકેડ્સ પણ મુકવામાં આવશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળ્યો હતો એરિયલ શો

ઇન્ટેલની વેબસાઇટ અનુસાર, ટોક્યો ઓલિમ્પિકના સત્તાવાર ડ્રોન પાર્ટનર ઇન્ટેલે તાજેતરમાં ઓલિમ્પિકના પ્રદર્શન દરમિયાન અદભૂત ડ્રોન શો કર્યા છે. તેમની પાસે ઇજનેરો, એનિમેટરો અને ફ્લાઇટ ક્રૂની ટીમ છે જે આ શોને ભવ્ય બનાવે છે. 500 ડ્રોન શો માટે ઇન્ટેલ લગભગ $ 3 લાખ એટલે કે (22 મિલિયન રૂપિયા) ચાર્જ લે છે.

એરિયલ ડ્રોન શોની સાથે અન્ય કાર્યક્રમ પણ થશે

એરિયલ ડ્રોન શોની સાથે, આ વર્ષે અયોધ્યામાં ઇમારતો પર 3-ડી હોલોગ્રાફિક શો, 3-ડી પ્રોજેક્શન મેપિંગ અને લેસર શો પણ હશે. એરિયલ ડ્રોન સહિત કુલ 35 મિનિટનો કાર્યક્રમ હશે, જેમાં 8 મિનિટ 3-ડી હોલોગ્રાફિક શો અને 10-મિનિટ 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો હશે. આ તમામ ઇવેન્ટ્સના ટ્રાયલ (Trial) પણ કાર્યક્રમ પહેલા કરવામાં આવશે.

 

આ પણ વાંચો: PM Modi US Visit: અમેરિકામાં PM મોદી આજે આ નેતાઓ સાથે કરશે મુલાકાત, ગ્લોબલ CEOs સાથે થશે વાતચીત, જાણો પ્રધાન મંત્રીનો પહેલા દિવસનો કાર્યક્રમ

આ પણ વાંચો:  PM Modi in US: પીએમ મોદીએ વોશિંગ્ટનમાં કહ્યું, ભારતીય પ્રવાસી દેશની સૌથી મોટી તાકાત છે

Next Article