ધીરેન્દ્ર શાસ્ત્રીને જીવનું જોખમ ! બાગેશ્વર ધામમાં કટ્ટા અને કારતુસ સાથે ઈસમ ઝડપાયો

Bageshwar Dham : બાગેશ્વર ધામમાં એક ઈસમ કટ્ટા અને કારતુસ સાથે ઝડપાયો છે. આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપીનું નામ રજ્જન ખાન જણાવવામાં આવી રહ્યું છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને જીવનું જોખમ ! બાગેશ્વર ધામમાં કટ્ટા અને કારતુસ સાથે ઈસમ ઝડપાયો
Dhirendra Shastri ( file photo)
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 20, 2023 | 4:46 PM

છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જીવ જોખમમાં હોય તેમ એક વ્યક્તિ દેશી કટ્ટા અને કારતુસ સાથે ઝડપાયો છે. પકડાયેલ ઈસમ પાસે હથિયાર ક્યાથી આવ્યા, કેમ તે હથિયાર સાથે બાગેશ્વર ધામમાં આવ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં આજે મંગળવારે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાઈ જતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આરોપી પાસેથી એક કટ્ટો અને જીવતા કારતુસ મળી આવ્યા છે. આ સમાચાર મળતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

હથિયાર સાથે ઝડપાયો ઈસમ

ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ વ્યક્તિની પોલીસે સઘન પુછપરછ હાથ ધરી છે. તે કોઈ ગુનાને અંજામ આપવા આવ્યો હોવાની આશંકા છે. જોકે પોલીસ આરોપીની પૂછપરછમાં વ્યસ્ત છે. યુવકનું નામ રજ્જન ખાન જણાવવામાં આવી રહ્યું છે, જે શિવપુરી જિલ્લાનો રહેવાસી છે.

ચકાસણીમાં ગેરકાયદેસર હથિયાર મળ્યું

પ્રાપ્ત થતી માહિતી મુજબ, બાગેશ્વર ધામના પરિક્રમા માર્ગ પાસે એક યુવક શંકાસ્પદ જણાયો હતો. શંકાસ્પદ વ્યક્તિની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જ્યારે પોલીસે યુવકને પકડીને તેની ચકાસણી કરી તો તે ચોંકી ગયો હતો. તલાશી દરમિયાન આરોપી પાસેથી એક કટ્ટો મળી આવ્યો હતો.

બાગેશ્વરધામ પરિક્રમા માર્ગ પાસે આરોપી ઝડપાયો

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રજ્જન ખાન જણાવ્યું હતું. આરોપી ગડા ગામ નજીક હાઇવે પર ઉતર્યો હતો અને ત્યારે જ પોલીસ આવી પહોંચી હતી. પોલીસને જોઈને તે બાગેશ્વરધામ તરફ ભાગ્યો હતો. પરંતુ પોલીસે તેને પરિક્રમા માર્ગ પાસે પકડી લીધો. પોલીસે પૂછપરછ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો.