32 મુસાફરોને લીધા વગર જ ફ્લાઈટ ઉપડી, DGCAએ એરલાઇન પાસે માંગ્યો રિપોર્ટ

|

Jan 21, 2023 | 3:41 PM

અમૃતસરથી સિંગાપોર જઈ રહેલા એક વિમાને 30થી વધુ મુસાફરોને છોડીને ઉડાન ભરી હતી. વાસ્તવમાં, આ ફ્લાઇટના ડિપાર્ચર ટાઈમમાં ફેરફાર કરાયો હતો. એરલાઈન્સે કહ્યું કે ખરાબ હવામાનને કારણે એરક્રાફ્ટને સમય પહેલા ટેકઓફ કરવું પડ્યું હતું. હવે DGCAએ એરલાઈન પાસે રિપોર્ટ માગ્યો છે.

32 મુસાફરોને લીધા વગર જ ફ્લાઈટ ઉપડી, DGCAએ એરલાઇન પાસે માંગ્યો રિપોર્ટ
International Flight
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

અમૃતસરથી સિંગાપોર જતી સ્કૂટ એરલાઈન્સની ફ્લાઈટ 18 જાન્યુઆરીએ 30થી વધુ મુસાફરોને છોડીને ટેકઓફ થઈ હતી. હવે DGCAએ સખ્તી દાખવી છે અને સ્કૂટ એરલાઈન્સ પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. ફ્લાઇટના ઉપડવાનો સમય બદલાયો હતો, પરંતુ મુસાફરોને તેમના ટ્રાવેલ એજન્ટ દ્વારા જાણ કરવામાં આવી ન હતી. DGCAએ જણાવ્યું કે ખરાબ હવામાનના કારણે ફ્લાઈટનો સમય બદલવો પડ્યો હતો.

બાદમાં મુસાફરોની ફરિયાદ બાદ એરલાઈને તેમને ત્રણ વિકલ્પ આપ્યા હતા. સ્કૂટ એરલાઈન્સે પેસેન્જરોને કહ્યું છે કે, તેઓ ફ્રીમાં ફ્લાઈટનું રિબુક કરી શકે છે. બીજુ, પેસેન્જર રિફંડના 120% માટે વાઉચર લઈ શકે છે અથવા પેસેન્જર એરલાઈન પાસેથી રિફંડ લઈ શકે છે. ડીજીસીએની કાર્યવાહી પહેલા એરલાઈને આ જાહેરાત કરી હતી, જેની ઉડ્ડયન એવિએશન રેગ્યુલેટરે પણ પ્રશંસા કરી હતી.

32 મુસાફરોને છોડીને ફ્લાઈટે ભરી હતી ઉડાન

પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 18 જાન્યુઆરીને બુધવારના રોજ 32 મુસાફરો સિંગાપોરની ફ્લાઇટ ચૂકી ગયા હતા, કારણ કે તેમના બુકિંગ એજન્ટે તેમને ફ્લાઇટના પ્રસ્થાનના સમયમાં ફેરફાર વિશે જાણ કરી ન હતી. સ્કૂટ એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટના પ્રસ્થાનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ફ્લાઇટ બુધવારે સાંજે 7:55 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ અમૃતસરથી પ્રસ્થાનનો સમય 3:45 વાગ્યે ફરીથી નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

300 લોકોએ કરાવ્યું હતું બુકિંગ

અમૃતસર એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટમાં લગભગ 300 મુસાફરો હતા. શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વીકે શેઠે જણાવ્યું હતું કે, તમામ બુકિંગ એજન્ટોને સમયસર જાણ કરવામાં આવી હતી અને તેમના ગ્રાહકોને માહિતી આપવામાં આવી હતી. પરંતુ, માત્ર એક એજન્ટે તેના મુસાફરોને જાણ કરી શક્યો નહીં અને તે શા માટે કરી શક્યો નહીં, તે તે જ જણાવી શકે. વિમાનમાં સવાર 263 મુસાફરો સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

55 મુસાફરોને છોડીને, GoFirst ફ્લાઇટ પણ ઉપડી

9 જાન્યુઆરીના રોજ, Go First 55 મુસાફરોને લીધા વિના બેંગલુરુથી દિલ્હી માટે રવાના થઈ હતી. આ મુસાફરો વિમાનમાં ચઢવા માટે શટલ બસમાં રાહ જોતા રહ્યા. ગો ફર્સ્ટ આ ઘટના પર મુસાફરોની માફી માંગી. GoFirstએ જણાવ્યું હતું કે ફ્લાઇટ પહેલા મુસાફરોની સ્ક્રીનિંગ દરમિયાન બેદરકારીને કારણે આ ઘટના બની હતી.

આ મામલાની તપાસના આદેશ આપતા, એરલાઇન કંપનીએ ઘટના સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને તેના રોસ્ટરમાંથી કાઢી નાખ્યા હતા. આ પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ કંપનીને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. કંપનીએ એમ પણ કહ્યું કે મુસાફરોને દિલ્હી અને પછી તેમના સંબંધિત ગંતવ્ય સ્થાનો પર અન્ય ફ્લાઇટ્સ પર ઉતારવામાં આવ્યા હતા.

Published On - 3:41 pm, Sat, 21 January 23

Next Article