Indigo Airline: દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં મુસાફરી ન કરવા બદલ ઈન્ડિગોને DGCAએ ફટકાર્યો 5 લાખનો દંડ

ઈન્ડિગો પર દંડ લાદવાના નિર્ણય પર DGCAએ કહ્યું, “રાંચીમાં દિવ્યાંગ બાળકના ઉતરાણના કેસમાં તપાસ દરમિયાનના તારણો પર આધારિત, અધિકૃત પ્રતિનિધિ દ્વારા ઈન્ડિગો એરલાઈન્સને કારણ દર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી.

Indigo Airline: દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં મુસાફરી ન કરવા બદલ ઈન્ડિગોને DGCAએ ફટકાર્યો 5 લાખનો દંડ
Indigo Flight
Image Credit source: File Image
| Edited By: | Updated on: May 28, 2022 | 4:18 PM

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઝારખંડની (Jharkhand) રાજધાની રાંચીમાં દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં બેસવા ન દેવા બદલ એરલાઈન ઈન્ડિગો (Indigo Airline) પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ કહ્યું છે કે 7 મેના રોજ રાંચી એરપોર્ટ પર અલગ-અલગ- દિવ્યાંગ બાળક સાથે ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હતું અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. અગાઉ, ડીજીસીએની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઈન્ડિગોના કર્મચારીઓને નિયમોનું ઉલ્લંઘન કરતા શોધી કાઢ્યા હતા અને કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારી હતી.

ઈન્ડિગો પર દંડ લાદવાના નિર્ણય પર DGCAએ કહ્યું, “રાંચીમાં દિવ્યાંગ બાળકના ઉતરાણના કેસમાં તપાસ દરમિયાનના તારણો પર આધારિત, અધિકૃત પ્રતિનિધિ દ્વારા ઈન્ડિગો એરલાઈન્સને કારણ દર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને DGCAમાં સક્ષમ અધિકારીએ સંબંધિત એરક્રાફ્ટ નિયમોની જોગવાઈઓ હેઠળ એરલાઈન પર 5 લાખ રૂપિયાનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે.”

ઈન્ડિગોએ આ સ્પષ્ટતા આપી છે

આ ઘટના પછી 9 મેના રોજ ઈન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિકલાંગ બાળકને પ્લેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તે સ્પષ્ટ રીતે નર્વસ હતો. બાળકને રાંચીથી હૈદરાબાદની ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવ્યા બાદ તેના માતા-પિતાએ પણ પ્લેનમાં ન બેસવાનો નિર્ણય લીધો હતો.

ઈન્ડિગોના કર્મચારીઓએ નિયમો પ્રમાણે કામ કર્યું ન હતું: DGCA

ડીજીસીએએ કંપનીને નોટિસ પાઠવીને કહ્યું હતું કે, સમિતિની તપાસ મુજબ ઈન્ડિગોના કર્મચારીઓએ મુસાફરો સાથે યોગ્ય વર્તન કર્યું નથી અને આ રીતે લાગુ નિયમો અનુસાર કામ કર્યું નથી. ડીજીસીએએ કહ્યું કે આને ધ્યાનમાં રાખીને કંપનીને તેના અધિકૃત પ્રતિનિધિ દ્વારા કારણ દર્શક નોટિસ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.