
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા કડક કાર્યવાહી બાદ ઇન્ડિગોએ દેશભરના સ્થાનિક એરપોર્ટ્સ પર તેના 717 ફ્લાઇટ સ્લોટ ખાલી કર્યા છે. આ પગલું ડિસેમ્બરમાં નોંધાયેલા મોટા વિક્ષેપો પછી લેવામાં આવ્યું છે. હાલમાં મંત્રાલયે આ ખાલી સ્લોટ માટે અન્ય એરલાઇન્સ પાસેથી અરજીઓ મંગાવી છે. આ નિર્ણયથી દિલ્હી, મુંબઈ સહિત દેશભરના ઘણા મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સ પર અસર પડશે.
ભારતની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોએ, DGCA ના કડક પગલાં બાદ તેના શિયાળાના ફ્લાઇટ શેડ્યૂલમાં 10% ઘટાડો કર્યો. ગયા વર્ષના ડિસેમ્બરમાં 3 થી 5 તારીખ સુધી આશરે 2,507 ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ અને 1,852 વિલંબિત થઈ હતી. આથી 3,00,000 થી વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા. આ વિક્ષેપને ધ્યાનમાં રાખીને નિયમનકારીએ આ પગલાં લીધા હતા.
ઇન્ડિગોના ખાલી પડેલા 717 સ્લોટમાં સૌથી મોટો હિસ્સો મુખ્ય મહાનગરોમાં કેન્દ્રિત છે. આ સ્લોટમાંથી 364 દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મેટ્રો એરપોર્ટ્સ માટે ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને હૈદરાબાદ અને બેંગલુરુમાં સૌથી વધુ સ્લોટ છે. આ ખાલી સ્લોટ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લાગુ કરવામાં આવ્યા છે.
મંત્રાલયે અન્યો એરલાઇન્સ પાસેથી અરજીઓ મંગાવી છે, જેથી મુસાફરોને અસુવિધા ન પડે. પરંતુ ઉડ્ડયન નિષ્ણાતો માને છે કે અન્ય કંપનીઓ આ સ્લોટ ઝડપથી ભરવામાં રસ નહીં ધરાવે.. કારણ એ છે કે નવા રૂટ શરૂ કરવો અને તરત પછી તેમને બંધ કરવું મુશ્કેલ છે. વધુમાં, ખાલી સ્લોટનું મોટાભાગનું સમયપત્રક રેડ-આઇ ફ્લાઇટ્સ માટે છે, એટલે મોડી રાત્રે અથવા વહેલી સવારે. આ સમયે મુસાફરો ઓછી મુસાફરી કરતા હોવાથી આ સ્લોટ નફાકારક નથી.
DGCA ઇન્ડિગોની મનસ્વીતા પર કડક પગલાં લીધાં છે. સ્લોટ કાપ્યા ઉપરાંત, 17 જાન્યુઆરીએ નિયમનકારીએ ઓપરેશનલ ખામીઓ માટે ઇન્ડિગોને ₹22.20 કરોડનો દંડ ફટકાર્યો. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સને પણ ચેતવણી આપવામાં આવી. ઉપરાંત, DGCA એ ઇન્ડિગોને ₹50 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો.
ચીન નહીં હવે ભારતમાં બનશે દુનિયાનો સામાન, જાણો શું છે આખો ખેલ..
Published On - 5:22 pm, Sat, 24 January 26