Delta Plus Variant : કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગી શકે છે

|

Jun 25, 2021 | 3:43 PM

Delta Plus Variant Maharashtra: ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કેન્દ્ર સરકાર દ્વારા 'ચિંતાજનક સ્વરૂપ' (VOC) તરીકે ટેગ કરવામાં આવ્યો છે. અને જો આ કેસો વધુ વધે છે તો મહારાષ્ટ્ર સરકાર ફરી એકવાર રાજ્યમાં પ્રતિબંધ લાદવાની ફરજ પડી શકે છે.

Delta Plus Variant : કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગી શકે છે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Delta Plus Variant Maharashtra: દેશભરમાં કોરોનાવાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તે દરમિયાન, કોવિડ -19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ચિંતા વધી ગઈ છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ‘ચિંતાજનક સ્વરૂપ’ (VOC) તરીકે ટેગ કરવામાં આવ્યા છે. અને જો કેસ વધે તો મહારાષ્ટ્ર સરકાર ફરી એકવાર રાજ્યમાં પ્રતિબંધ લાદવાની ફરજ પડી શકે છે.

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગી શકે છે
એક ખાનગી અંગ્રેજી વેબસાઇટ અનુસાર મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ નોંધાયા બાદ રાજ્ય સરકારે ગુરુવારે (24 જૂન) આ મુદ્દે કેબિનેટની બેઠક યોજી હતી. બેઠકમાં ફરી એકવાર સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાદવાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયે નિષ્ણાતો અને પ્રધાનોને નવી આવૃત્તિના મુદ્દા પર માહિતગાર કર્યા અને તેની હાજરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો પરિસ્થિતિ આવી જ રહેશે તો જલ્દીથી પ્રતિબંધો જાહેર કરી શકાય છે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મહારાષ્ટ્રના 7 જિલ્લામાં પહોંચી ગયું છે
એક ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ, અગાઉ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું હતું કે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં પગપેસારો કર્યો છે અને આ વેરિએન્ટના ઘણા કેસો નોંધાયા છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓ ચેપગ્રસ્તના મુસાફરીના ઇતિહાસની વિગતો કાઢીને આવા કિસ્સાઓને અલગ પાડીને સંપર્ક ટ્રેસિંગ કરી રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોઈનું મોત થયું નથી
રાજેશ ટોપે કહ્યું કે રાજ્ય સરકારે જેનોમ સિક્વન્સ અભ્યાસ માટે નમૂનાઓ મોકલવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ચેપ લાગેલ કોઈ દર્દીનું મોત થયું નથી. આ પ્રકારનાં લક્ષણો અને સારવાર સમાન છે. કોઈ પણ બાળકને નવા પ્રકારનો ચેપ લાગ્યો નથી. આરોગ્ય મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો પર નજર રાખવા, કારણ કે આ કેસો પરની માહિતી એકત્રિત કરવા અને તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

આ 7 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આદેશો
આ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને રાજ્યના સાત જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ આપ્યો છે, જ્યાં ચેપ દર વધારે છે. સીએમ ઠાકરેએ પણ આ વાત પર ભાર મૂક્યો હતો કે જો વાયરસ ફેલાવાનું જોખમ હોય તો પ્રતિબંધોને હટાવવા માટે કોઈ દોડાદોડ ન થવી જોઇએ. રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જિલ્લાના કલેક્ટરો સાથે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ જિલ્લાઓમાં ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ઓક્સિજન, હોસ્પિટલ બેડ, આઈસીયુ સ્થાપવાની યોજના બનાવવી જોઈએ.

Next Article