DELHI: સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો દાવો, ટ્રેકટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા

DELHIમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade)માં હિંસા થઈ હતી. આ હિંસામાં 394 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટ્રેક્ટર પલટી જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું હતું.

DELHI: સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો દાવો, ટ્રેકટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:06 AM

DELHIમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade)માં હિંસા થઈ હતી. આ હિંસામાં 394 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટ્રેક્ટર પલટી જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. ટ્રેકટર રેલી અંગે સંયુક્ત કિસાન મોર્ચાએ મોટો દાવો કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે DELHIમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા છે. આ સાથે જ લાપતા થયેલા લોકો અંગે સંયુક્ત કિસાન મોર્ચાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે લાપતા થયેલા 100થી વધુ લોકોની જાણકારી મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં પ્રેમ ઈન્હ ભંગુ, રાજીન્દર સિંહ, દીપ સિંહ વાલા, અવતાર સિંહ, કિરણજીત સિંહ સેખો અને બલજીત સિંહ સામેલ છે. લાપતા થયેલા લોકોની જાણકારી મળ્યા બાદ આ સમિતિ દ્વારા સંબંધિત અધિકારી સાથે મળીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: પોંડિચેરીમાં કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર, ભાજપ ચૂંટણી જીતશે: જે.પી.નડ્ડા