દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને એક નોટિસ આપી છે, જેમાં રાહુલ ગાંધીને તેમના પર શારીરિક શોષણની ફરિયાદ કરનાર પીડિતોની વિગતો શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં રાહુલે શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે. ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મેં સાંભળ્યું હતું કે, મહિલાઓનું યૌન ઉત્પીડન અને શારીરિક શોષણ થાય છે.
આ સ્થિતિમાં દિલ્હી પોલીસે હવે રાહુલ ગાંધીને તે પીડિતો વિશે માહિતી આપવા કહ્યું છે, જેથી તેમને સુરક્ષા આપવામાં આવે. આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું છે કે, દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તે પીડિતોની વિગતો આપવા નોટિસ પાઠવવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લીધી અને પ્રશ્નોની યાદી મોકલી છે.
રાહુલ ગાંધીએ શ્રીનગરમાં નિવેદન આપતાં કહ્યું કે, એક કેસમાં મેં એક છોકરીને પૂછ્યું, તેણી પર બળાત્કાર થયો, મેં તેને પૂછ્યું કે શું આપણે પોલીસને બોલાવવી જોઈએ, તેણે કહ્યું કે પોલીસને બોલાવશો નહીં, મારી બદનામી થશે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ઘરે જઈને આ નોટિસ આપી હતી. તે ખુદ રાહુલ ગાંધીએ સ્વીકારી હતી.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીએ બ્રિટનમાં આપેલા નિવેદનને લઈને સંસદમાં કહ્યું હતું કે જો દેશમાં લોકશાહી અકબંધ છે, તો તેમને સંસદમાં બોલવાની તક મળવી જોઈએ કારણ કે સરકારના 4 મંત્રીઓ ગૃહમાં તેનો વિરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય લોકતંત્ર માટે એ પણ એક કસોટી હશે કે તેમને પણ 4 પ્રધાનોની જેમ ગૃહમાં બોલવાની પૂરી તક મળે અથવા તેમને ચૂપ રહેવાનું કહેવામાં આવે છે.
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીની માફી માટે દેશભરમાં પ્રચાર કરીશું. પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી ક્યાં સુધી દેશને ગુમરાહ કરતા રહેશે.
રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું હતું કે અમેરિકા અને યુરોપે ભારતના લોકતાંત્રિક પછાતપણા પર ધ્યાન આપવું જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું કે પાયા વિહોણી અને બિનજરૂરી વાતો કરવી તેમની આદત બની ગઈ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે વિદેશમાં ભારતીય લોકતંત્રની ટીકા કરીને ભારતીયોની ભાવનાઓનું અપમાન કરવાની તેમની આદત છે.