દિલ્હીથી પટના જઈ રહેલ ફ્લાઈટની બ્રેકમા ગરબડ, વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ

|

Mar 04, 2023 | 10:01 AM

ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા. બ્રેકમાં ખામી હોવાની જાણ થતાં જ તમામ મુસાફરોએ જીવ અધ્ધર થઈ ગયા હતા.

દિલ્હીથી પટના જઈ રહેલ ફ્લાઈટની બ્રેકમા ગરબડ, વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ
emergency landing

Follow us on

દિલ્હીથી પટના જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને ડાયવર્ટ કરીને ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી છે. લગભગ 3 કલાક પછી ફ્લાઈટે દોરાબા પટના માટે ટેક ઓફ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટની બ્રેકમાં ગડબડ થતા લેન્ડ કરવામાં આવી હતી. આ કારણસર ફ્લાઇટને વારાણસીમાં લેન્ડ કરાવવામાં આવી હતી.

આ દરમિયાન એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પેસેન્જર્સે કહ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ્સમાં હંમેશા કંઈક ને કંઈક થતુ રહેતુ હોય છે.

વારાણસીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીગ

જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી ઉડતી સ્પાઈસ જેટની ફ્લાઈટ (SG 8721) બિહારની રાજધાની પટનામાં લેન્ડ થવાની હતી, પરંતુ ટેકઓફ થયાના થોડા સમય બાદ હવામાં જ ફ્લાઈટની બ્રેકમાં થોડી ગડબડી થઈ હતી. આના પર પાયલટે ફ્લાઈટને વારાણસી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી. પાયલોટે એટીસીનો સંપર્ક કર્યો અને વારાણસી એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવાની પરવાનગી માંગી. ATC તરફથી પરવાનગી મળ્યા બાદ ફ્લાઈટનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બ્રેકમાં ખામી હોવાના કારણે લેન્ડીંગ કરાયું

ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા. બ્રેકમાં ખામી હોવાની જાણ થતાં જ તમામ મુસાફરોએ જીવ અધ્ધર થઈ ગયા હતા. ફ્લાઇટ ફરીથી જવા માટે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોએ જણાવ્યું કે ઘણીવાર સ્પાઇસ જેટની ફ્લાઇટમાં કેટલીક સમસ્યા આવે છે. છ કલાકમાં બે કલાકની મુસાફરી કરવી પડે છે. આ દરમિયાન કેટલાક મુસાફરોએ વિલંબને લઈને સ્પાઈસ જેટ કંપનીના અધિકારીઓ સાથે ઉગ્ર દલીલ પણ કરી હતી. જોકે, સ્થળ પર હાજર CISFના જવાનોએ દરમિયાનગીરી કરીને મુસાફરોને શાંત પાડ્યા હતા.

દિલ્હીથી પટના આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને ટેક્નિકલ ખામીના કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેને વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

સ્પાઈસ જેટના અધિકારીઓ સાથે મુસાફોની બોલાચાલી

જે બાદ વારાણસીથી ઉડાન ભર્યા બાદ આ વિમાન લગભગ ત્રણ કલાક મોડું સવારે 11.30 વાગ્યે પટના એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્યારબાદ 140 મુસાફરો સાથે 12.05 કલાકે દિલ્હી જવા રવાના થયા હતા. ફ્લાઈટ મોડી પડતા ત્રણ કલાક સુધી પટનાથી દિલ્હી જતા મુસાફરો પરેશાન થયા હતા. આ દરમિયાન એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોએ સ્પાઈસ જેટના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. કોઈક રીતે સીઆઈએસએફએ મુસાફરોને સમજાવીને શાંત કર્યા.

Next Article