દિલ્હી પોલીસે (Delhi Police) છેતરપિંડી કરીને પૈસા પડાવનાર ચોરની ધરપકડ કરી છે. આરોપીનું નામ રાજકુમાર છે. આરોપી પશ્ચિમ દિલ્હી અને દ્વારકા વિસ્તારમાં ગુનાઓ આચરતો હતો. ખૂબ જ ચતુરાઈથી આરોપીઓ વાહનોના માલિકો પાસેથી પૈસા પડાવી લેતા હતા. તે ચોરીની બાઇક અને કારના માલિકો પાસેથી તેમના વાહનો પરત મેળવવા માટે પૈસાની માંગણી કરતા હતા.
આ માટે તેણે ZIPNET ડેટાનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસે 11 ઓગસ્ટના રોજ નિહાલ વિહારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા 4 બાઈક કબજે કર્યા છે.
આ સમગ્ર કેસની માહિતી આપતાં દ્વારકાના DCP એમ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે આરોપીઓ ZIPNETમાંથી ડેટા કાઢતા હતા અને વાહનના માલિકોને ફોન કરીને કહેતા હતા કે તેમનું વાહન (બાઈક/કાર) અહીં છે. આ પછી, જ્યારે માલિક લોકેશન વિશે પૂછતા ત્યારે તે તેના માટે પૈસાની માગ કરતો હતો.
આરોપી સ્થળનું સરનામું આપવા માટે 5000 રૂપિયા સુધી વસૂલતો હતો. તે UPI થી રૂપિયા લેતો હતો. ડીસીપી ત્રિપાઠીએ જણાવ્યું કે, જ્યારે તેમના ખાતામાં પૈસા આવતા હતા ત્યારે તે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા હતા. આ રીતે આરોપી રાજકુમાર લોકોને છેતરતો હતો. ડીસીપીએ જણાવ્યું કે તેમનો વોટ્સએપ નંબર સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે CCTV ફૂટેજની મદદથી આરોપી રાજકુમારની ધરપકડ કરી હતી. 11 ઓગસ્ટે રાજકુમાર જે બાઇકમાં મુસાફરી કરી રહ્યો હતો તે બાઇક પણ ચોરાઇ હતી. તેણે આ બાઇક દ્વારકાની ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાંથી ચોરી કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે વધુ ત્રણ બાઇક ચોરી કરી છે.
આ સિવાય તેણે કહ્યું કે તે હાલમાં જ તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો. તે મોહિતને મળ્યો, પછી બંનેએ મળીને આવી ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું. તે ZIPNETમાંથી વિગતો મેળવીને બાઇકની ચોરી કરતો હતો અને તેના માલિકોને ફોન કરીને પૈસા પડાવતો હતો. પોલીસે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રાજકુમારના સાથી મોહિતને પકડી લેશે.
પોલીસ પોર્ટલના ઉપયોગ વિશે જણાવતા કહ્યુ કે, ZIPNET નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. પોર્ટલ પર ફક્ત તારીખનો સમયગાળો અને શહેર પસંદ કરવાનું હોય છે. ત્યારબાદ વેબસાઈટ જિલ્લાઓમાં ચોરેલા દરેક વાહન વિશે સંપૂર્ણ ડેટા ફિલ્ટર કરે છે.
આ પણ વાંચો : MP પોલીસની મહિલા કોન્સ્ટેબલ હવે બનશે પુરૂષ, લિંગ પરિવર્તન કરાવશે; આખરે કઇ શરતે મળી મંજૂરી?
આરોપીઓ વાહનના માલિકોને વીડિયો કોલ પણ કરતા હતા. આ દરમિયાન તે પોતાનો અડધો ચહેરો છુપાવતો હતો. તે વાહન માલિકોને તે જ બ્રાન્ડના વાહનો બતાવતો હતો, જે તેણે પહેલાથી જ ચોરેલા હતા. ત્યારબાદ વાહન વિશેની માહિતીના બદલામાં UPI દ્વારા 10,000 થી 20,000 રૂપિયા સુધીની માંગણી કરતો હતો.