Delhi Municipal Corporation Election Result : દિલ્લી MCD માં AAPને મળી સ્પષ્ટ બહુમતી, આમ આદમી પાર્ટીને 134 તો ભાજપને મળી 104 બેઠક

|

Dec 07, 2022 | 9:07 PM

દિલ્હી નગર નિગમ ચૂંટણીના એક્ઝિટ પોલ અનુસાર, MCDની કુલ 250 સીટોમાંથી 140 થી 150 બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપ આ વખતે MCDની સત્તાથી દૂર જતી જોવા મળી રહી છે.

Delhi Municipal Corporation Election Result : દિલ્લી MCD માં AAPને મળી સ્પષ્ટ બહુમતી, આમ આદમી પાર્ટીને 134 તો ભાજપને મળી 104 બેઠક
MCD Election Result 2022

Follow us on

દિલ્લી મહાનગરપાલિકાની ગત 4 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનુ પરિણામ આજે જાહેર કરાશે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરુ થઈ છે. જેમાં દિલ્લી મહાનગરપાલિકાના 250 વોર્ડમાં 1349 ઉમેદવારોનું ભાવિ પણ જાહેર થશે. દિલ્હી નગર નિગમ ચૂંટણીના એક્ઝિટ પોલ અનુસાર, MCDની કુલ 250 સીટોમાંથી 134 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. બીજી તરફ ભાજપ આ વખતે MCDની સત્તાથી દૂર જતી જોવા મળી રહી છે. જો કે શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટીને ભાજપ કરતા વધુ બેઠકો પર સરસાઈ જોવા મળી છે. જો કે મતગણતરીના શરુઆતી વલણમાં બન્ને પક્ષો વચ્ચે બહુ અંતર નથી.

સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી

દિલ્લીમાં આજે નગર નિગમની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આજે 1349 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. એક્ઝિટ પોલ બાદ આમ આદમી પાર્ટી પૂરા ઉત્સાહમાં છે. સાથે જ ભાજપની છાવણીમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ગત 4 ડિસેમ્બરે દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં મતદાન થયું હતું. દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર 50 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થયુ છે.

MCDની ચૂંટણીમાં 1349 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થયું છે. દિલ્લીમાં ગત 4 ડિસેમ્બરે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં કુલ 250 વોર્ડ છે અને આ ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના તમામ 250 વોર્ડ માટે ગત 4 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં, AAP અને BJP બંનેએ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે કોંગ્રેસ પોતાનો ખોવાયેલો જનાધાર પાછો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 2017માં યોજાયેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 270 વોર્ડમાંથી 181 વોર્ડમાં ભવ્ય જીત મેળવી હતી. AAPએ 48 વોર્ડ અને કોંગ્રેસે 27 વોર્ડમાં જીત મેળવી હતી. 2017ની ચૂંટણીમાં અંદાજે 53 ટકા મતદાન થયું હતું. આ વખતે 50.48 ટકા મતદાન નોંધાયું છે.

Published On - 6:44 am, Wed, 7 December 22

Next Article